બોલિવૂડ ના આ સ્ટાર્સ કેમ વેક્સિનથી દૂર રહ્યાં છે???

54
વેક્સિન
વેક્સિન

શાહરુખ ખાને વેક્સિન લીધી નથી, પરંતુ સલમાને લીલાવતી હોસ્પિટલમાં ફર્સ્ટ ડોઝ લીધો

Subscribe Saurashtra Kranti here

દેશમાં હાલમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. દેશમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. એક બાજુ સરકાર કોરોનાની વેક્સિન મૂકાવવાની અપીલ કરી રહી છે તો બીજી બાજુ કોરોના વિસ્ફોટ થઈ રહ્યો છે. દેશમાં મહારાષ્ટ્રની સ્થિતિ ઘણી જ ખરાબ છે. મહારાષ્ટ્રમાં ગઈ કાલે એટલે કે ચાર એપ્રિલના રોજ 57 હજારથી વધુ કોરોના કેસ નોંધાયા હતા. બોલિવૂડ સ્ટાર્સ પણ એક પછી એક કોરોનાનો ભોગ બની રહ્યાં છે. જાણીતા સેલેબ્સ વેક્સીન લઈને દેશની જનતાને વેક્સિન માટે પ્રેરિત કરી રહ્યાં છે. જોકે, ઘણાં સેલેબ્સ એવા છે, જેમણે વેક્સીન લીધી નથી, આમાં મુખ્ય નામ અક્ષય કુમાર તથા અજય દેવગનનું આવે. અક્ષય કુમાર આમ તો પોતાને દેશભક્ત સાબિત કરવાની એક પણ તક ચૂકતો નથી, પરંતુ તેણે કયા કારણોસર વેક્સિન ના લીધી તે ચાહકોમાં ચર્ચાતો સવાલ છે.

સરકારે 45 કે તેથી વધુ ઉંમરના લોકો માટે વેક્સીન ડ્રાઈવ શરૂ કરી દીધી છે. ચાહકોમાં રોલ મોડલનું સ્થાન ધરાવનાર ઘણાં સેલેબ્સ વેક્સિનથી દૂર રહ્યાં છે. સૌથી પહેલું નામ અક્ષય કુમારનું આવે છે. અક્ષય કુમારનો તાજેતરમાં જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અક્ષય કુમાર સરકારની દરેક યોજનાઓનો પ્રચાર તથા પ્રસાર કરતો જોવા મળે છે. જોકે, અક્ષય કુમારે વેક્સિન શા માટે ના લીધી તે ચાહકોને મૂંઝવી રહ્યું છે.

અક્ષય બાદ અજય દેવગન ચાહકોમાં લોકપ્રિય છે. અજય દેવગને પણ હજી સુધી વેક્સીન લીધી નથી. શાહરુખ ખાન, આમિર ખાન, માધુરી દીક્ષિત, જૂહી ચાવલા, કરિશ્મા કપૂર, શિલ્પા શેટ્ટી, કરન જોહર, જ્હોન અબ્રાહમ, સોનુ સૂદ, ફરહાન અખ્તર, રિતીક રોશન, કાજોલ, સુનિલ શેટ્ટી, જેકી શ્રોફ જેવા સેલેબ્સે વેક્સિન લેવાનું ટાળ્યું છે. આ તમામ સ્ટાર્સ 45 કે તેનાથી વધુ ઉંમરના છે.

આમિર ખાનને થોડાં સમય પહેલાં જ કોરોના થયો હતો. જ્હોન અબ્રાહમ, સુનીલ શેટ્ટી ફિટનેસ માટે જાણીતા છે. જોકે, તેમણે પણ વેક્સીન લીધી નથી. રીતિકની વાત કરીએ તો એક્ટરના પેરેન્ટ્સે વેક્સીન લઈ લીધી છે, પરંતુ હજી સુધી તેણે લીધી નથી.

Read About Weather here

સલમાન ખાન, સંજય દત્ત, મલાઈકા અરોરા, અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર, હેમામાલિની નીના ગુપ્તા, પરેશ રાવલ, અનુપમ ખેર, સૈફ અલી ખાન, સંગીતકાર વિશાલ દદલાણી, ડિરેક્ટર રોહિત શેટ્ટી, રાહુલ દેવ, રોહિત રોય, નાગાર્જુન, શર્મિલા ટાગોર, શિલ્પા શિરોડકર, ટીવી એક્ટર અંજન શ્રીવાસ્તવ, દિલીપ જોષી, ગજરાજ રાવ, જીતેન્દ્ર, જ્હોની લીવર, રાકેશ રોશન- પિંકી રોશન, સુનૈના રોશન, સતિષ શાહ, શબાના આઝમી, હિમાની શિવપુરી, સોનાલી બેન્દ્રે, ગુલશન ગ્રોવર, સિમી ગરેવાલે વેક્સિન લીધી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleદેશને મિની લોકડાઉનની જરૂર: ડો.ગુલેરિયા
Next articleકોવિડને પછાડવા જન આંદોલન-જન ભાગીદારી : મોદી મંત્ર