વેક્સિન-આરોગ્ય સેવા માટે રિઝર્વ બેંકનો 50 હજાર કરોડનો ધિરાણ ડોઝ

વેક્સિન-આરોગ્ય સેવા માટે રિઝર્વ બેંક
વેક્સિન-આરોગ્ય સેવા માટે રિઝર્વ બેંક

કોરોના સામેના મહાજંગ માટે મહત્વ પૂર્ણ કાર્યક્રમ જાહેર કરતા ગર્વનર શશીકાંત દાસ

વેક્સિનના ઉત્પાદકો અને દાવ કંપનીઓને ઉત્પાદન વધારવા માટે ધિરાણ આપવાની બારી ખોલવામાં આવી છે

દેશમાં કોરોના સામેના મહા જંગ માટે સરકાર અને વેક્સિન ઉત્પાદકોને મદદ રૂપ બનવા માટે રિઝર્વ બેન્ક દ્વારા આજે મોટા અને મહત્વના પગલા જાહેર કરવામાં આવ્યા છે. વેક્સિન ઉત્પાદન વેગવાન બનાવવા અને આરોગ્ય લક્ષી સાધન-સરંજામો ઉભા કરવા માટે રૂ.50 હજાર કરોડના મેગા ધિરાણ ડોઝની આજે ગર્વનર શકિતકાંત દાસે જાહેરાત કરી હતી. જંગી રકમની પ્રવાહીતા જાહેર કરવા સાથે ગર્વનર દાસે જણાવ્યું હતું કે, વેક્સિનના ઉત્પાદકો અને દાવ કંપનીઓને ઉત્પાદન વધારવા માટે ધિરાણ આપવાની બારી ખોલવામાં આવી છે.

Subscribe Saurashtra Kranti here

તેમણે આરોગ્ય તંત્રને પીઠબળ પુરૂ પાડવા મહત્વના પગલા જાહેર કર્યા હતા અને જણાવ્યું હતું કે, વેકસીન ઉત્પાદકો, હોસ્પિટલો, દર્દીઓ, દવાની શોપ ધરાવનારાઓને બેંકો નાણા સહાય આપી શકશે. કોવિડ દર્દીઓને પણ સારવાર માટે બેંકો તરફથી ધિરાણ આપવામાં આવશે. આ પ્રકારના ધિરાણ માટેની પ્રક્રિયા 31 માર્ચ 2022 સુધી ચાલુ રહેશે. એ માટે બેંકો ખાસ કોવિડ લોન બુક રચીને કોવિડ માટે ધિરાણ આપશે. રિર્ઝવ બેંકનો આ માટેનો મુળ આશય લોકોના જીવન બચાવવાનો છે અને લોકોની આજીવીકા જાળવી રાખવાનો છે. ખુબ જ અગ્રતાના ધોરણ હેઠળ આ પ્રકારનું ધિરાણ અપાશે એ માટે લોન ધારક દિઠ રૂ.10 લાખની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ રીતે રિર્ઝવ બેંકે કોરોના દર્દીઓને પણ મોટી રાહતનું પગલુ જાહેર કર્યુ છે.રિર્ઝવ બેંકના બુસ્ટર ડોઝથી આરોગ્ય સેવાઓ પુન: ધબકતી કરવામાં ધણી મદદ મળી શકશે.

Read About Weather here

ઓક્સિજન બેડ, વેકસીનની તંગી અનુભવી રહેલી હોસ્પિટલોને બેંકોમાંથી આશાનીથી લોન મળી શકશે. ઓક્સિજન ઉત્પાદકો, દવા કંપનીઓ, વેકસીન ઉત્પાદકો, વેકસીન આયાતકારો, લેબોરેટરી, ઓક્સિજન અને વેન્ટિલેટરના ઉત્પાદક અને વિક્રેતાઓ, કોવિડને લગતી દવાઓ અને વેક્સિનના આયાતકારો તેમજ કોરોના દર્દીઓને ધિરાણ મળશે તેમ ગર્વનર દાસે જાહેર કર્યુ હતું. આ લોન 31 માર્ચ 2022 સુધી ચાલુ રખાશે. બીજી એક મહત્વની જાહેરાત કરીને રિઝર્વ બેંકે લોન ધારકોને પણ વધુ એક રાહત આપી છે. નાના અને મધ્યમકદના ધિરાણ કારોને લોન ભરપાઇ કરવા માટે થોડો વધુ સમય આપવા તમામ બેંકોને આદેશ આપવામાં આવ્યો છે. સરકારી સીકયુરીટીઝ (જી-એસઇસી)ની બીજી ખરીદી પણ કરવામાં આવશે. રૂ.35 હજાર કરોડની સરકારી સીકયુરીટીઝની ખરીદી કરવામાં આવશે. બોન્ડ ખરીદી પોગ્રામ અંગે પણ તેમણે જાહેરાત કરી હતી.

Read National News here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરાજકોટમાં કોરોનાની બીજી લહેરમાં કપૂરના ભાવમાં વધારો !
Next articleમહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો કાયદો રદ્ કરતી સુપ્રિમ