વિશ્વ કક્ષાનાં એકસાથે બે કાર પ્લાન્ટ બંધ, હજારો બેકાર

કારમાં 9 નંબર માટે 10.36 લાખ ખર્ચ્યા...!
કારમાં 9 નંબર માટે 10.36 લાખ ખર્ચ્યા...!

અમેરિકાની જનરલ મોટર્સ બંધ થયા બાદ ફોર્ડ મોટર્સનાં પ્લાન્ટને પણ અલીગઢી તાળા

ઓછામાં ઓછા ત્રણ હજાર લોકોને નોકરી મળતી હતી હવે બેકાર


કોરોનાની મહામારીએ ગુજરાતનાં અર્થતંત્રને મોટો ફટકો માર્યો છે અને હજારો લોકો અત્યાર સુધીમાં રોજગારી ગુમાવી ચૂક્યા છે. લોકો આર્થિક ખેંચ અનુભવી રહ્યા છે. કોરોનાએ આપેલા આંચકાની હજી કળ વળી નથી.

ત્યાં વધુ માઠા સમાચાર રોજગારીની દ્રષ્ટિએ બહાર આવ્યા છે. વિશ્વની બે અગ્રણી કાર ઉત્પાદક કંપનીનાં ગુજરાત ખાતેનાં પ્લાન્ટને તાળા લાગી ગયા છે. જાણીતી ફોર્ડ મોટર કંપનીએ સાણંદ ખાતેનું ઉત્પાદન એકમ બંધ કરી દેતા ત્રણ હજાર જેટલા કામદારો બેકાર થઇ ગયા છે.

ફોર્ડ કંપની દ્વારા સાણંદમાં કાર ઉત્પાદન કરવામાં આવતું હતું અને અહીંથી જ નવી કારની નિકાસો થતી હતી. ફોર્ડ મોટર્સ દ્વારા રૂ.6200 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

વર્ષે 2.4 લાખ કાર અને 2.7 લાખ એન્જિનનું ઉત્પાદન કરવાનું લક્ષ્યાંક નક્કી થયું હતું.
પ્રવૃત્તિઓથી ધમધમતા ફોર્ડ મોટર પ્લાન્ટમાં આજે કાગળા ઉડી રહ્યા છે. આ પહેલા અમેરિકાની વિશ્વ કક્ષાની મહાકાય જનરલ મોટર્સ કંપનીએ વડોદરા પાસેનું તેનું પ્લાન્ટ 2017 માં બંધ કરી દીધો હતું. આ રીતે ગુજરાતમાં પાંચ વર્ષમાં બે ઓટોમોબાઈલ જાઈન્ટનાં પ્લાન્ટ બંધ થઇ ગયા છે અને સુનકાર છવાઈ ગયો છે.

આ પ્લાન્ટની આસપાસ અનેક લોકોના ધંધા-રોજગાર પણ ચાલી રહ્યા હતા. ખાણી-પીણીની રેકડીઓ, ચા-નાસ્તાનાં સ્ટોલ, ફરસાણની દુકાનો ઉભા થઇ ગયા હતા અને બીજા સેંકડો પરિવારો અહીંથી રોજીરોટી પ્રાપ્ત કરી રહ્યા હતા.


અહીં ચા-નાસ્તા, પૂરી અને સુકી ભાજી વેંહચતી મંજુલા નામની મહિલાએ જણાવ્યું હતું કે, પ્લાન્ટ ચાલુ હતો ત્યારે મારી શોપ પરથી ચા-નાસ્તો, પૂરી અને સબ્જીનું ધૂમ વેંહચાણ થતું હતું. દરરોજ રૂ. પાંચ થી છ હજારનો વકરો થતો હતો.

ચા બનાવવા માટે મારે દરરોજ 10 લીટર દૂધ ખપતું હતું. હવે પ્લાન્ટ બંધ થઇ જતા ધંધો ઠપ્પ થઇ ગયો છે. હવે રોજના રૂ.500 કમાવવામાં પણ આંખે અંધારા આવી જાય છે.

પાંચ વર્ષ પહેલા અમેરિકાની જનરલ મોટર્સ દ્વારા વડોદરા પાસેનો પ્લાન્ટ બંધ કરવામાં આવ્યો હતો. હવે સાણંદ પાસેનો ફોર્ડનો પ્લાન્ટ પણ બંધ થઇ ગયો છે. ઉતર ફોર્ટપુરા ગામમાં 460 એકર પર પથરાયેલા ફોર્ડ પ્લાન્ટમાં કંપનીની એસપાયર થતા ફીગો બ્રાન્ડની કારનું ઉત્પાદન થતું હતું.

ત્રણ હજારથી વધુ કર્મચારીઓ કામ કરતા હતા. બે હજાર કર્મચારીઓની કાયમી નોકરી હતી. જેમાં 850 કર્મચારીઓનું યુનિયન બનાવવામાં આવ્યું છે. ફોર્ડ કંપનીએ અચાનક અહીં તમામ પ્રકારની કામગીરી બંધ કરવાની જાહેરાત કરી છે પણ કર્મચારીઓના ભવિષ્ય વિશે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. યુનિયન સાથે ચર્ચા કરવાની ખાતરી અપાઈ છે અને જાહેર કરાયું છે કે, કંપનીએ હજુ કોઈ કર્મચારીની છટણી કરી નથી.

Read About Weather here

આ રીતે ગુજરાતમાં વિશ્વ કક્ષાનાં બબ્બે કાર પ્લાન્ટ પાંચ વર્ષમાં બંધ થઇ ગયા હોવાથી ગુજરાતને ઓટોમોબાઈલ હબ બનાવવાના રાજ્ય સરકારનાં આયોજનને મોટો ફટકો પડ્યો છે. આ અંગે પ્રશ્ન થતા ગુજરાત સરકારનાં ઉદ્યોગ અને ખાણખનીજ વિભાગમાંથી કોઈએ જવાબ આપ્યો નથી.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here