વિશ્વના 100 વગદાર નેતાઓમાં મોદી-મમતા બેનર્જી

વિશ્વના 100 વગદાર નેતાઓમાં મોદી-મમતા બેનર્જી
વિશ્વના 100 વગદાર નેતાઓમાં મોદી-મમતા બેનર્જી

અમેરિકાનાં પ્રમુખ બાઈડન, ઉપપ્રમુખ કમલા હેરીસ પણ સામેલ: આશ્ર્ચર્યજનક નામ તાલીબાન દળોનાં નેતા મુલ્લા અબ્દુલગની બરાદરનું

અમેરિકા અને વિશ્વનાં પ્રતિષ્ઠિત સામયિક ટાઈમ મેગેઝીનમાં 2021 નાં વિશ્વના 100 સૌથી વગદાર મહાનુભાવોની યાદીમાં ટોચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પશ્ર્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને પુણેની સીરમ ઇન્સ્ટીટયુટનાં વડા અદાર પુનાવાલાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

ટાઈમ મેગેઝીન દ્વારા પ્રગટ થયેલી યાદીમાં અમેરિકાનાં પ્રમુખ જો બાઈડન તથા ઉપપ્રમુખ કમલા હેરીષ, ચીનના પ્રમુખ શી જીનપીંગ, ઇંગ્લેન્ડના પ્રિન્સ હેરી અને મેગાન, અમેરિકાનાં પૂર્વ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સૌથી વધુ આશ્ચર્યજનક નામ તાલીબાનોનાં સ્થાપક મુલ્લા અબ્દુલગની બરાદરનું પણ છે.
મોદી વિશે અમેરિકી મેગેઝીનમાં લખ્યું છે કે, છેલ્લા 74 વર્ષમાં સ્વતંત્ર ભારતને 3 મહત્વના ચાવીરૂપ નેતાઓ મળ્યા છે. એમના નામ જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. મોદીનું ભારતીય રાજકારણ પર જે વર્ચસ્વ છે એ અગાઉ કોઈનું રહ્યું નથી.

ટાઈમમાં મોદીનાં જીવન વિશે લખતા સી.એન.એન નાં પત્રકાર ફરીદ ઝકરીયાએ એવો આક્ષેપ કર્યો હતો કે, નરેન્દ્ર મોદી દેશને ધર્મ નિરપેક્ષતાનાં સિધ્ધાંતોથી દૂર કરીને હિન્દુ રાષ્ટ્રવાદ તરફ લઇ ગયા છે. પત્રકારોને ધમકાવવામાં આવી રહ્યા છે અને જેલમાં નાખવામાં આવી રહ્યા છે. મુસ્લિમોનાં અધિકારોનું હનન કરવામાં આવી રહ્યું છે.

Read About Weather here

મમતા બેનર્જી અંગે મેગેઝીન લખે છે કે, મમતા ભારતીય રાજકારણનો લડાયક ચહેરો બનીને બહાર આવ્યા છે. તેઓ એમના પક્ષ ટી.એમ.સી નું નેતૃત્વ કરતા નથી બલકે તેઓ ખૂદ એક પક્ષ છે. જાત મહેનતે પિતૃ પ્રધાન સમાજમાં આગળ આવેલા મમતા બેનર્જી આક્રમક અને જનજાવતી ક્ષમતા ધરાવે છે. મેગેઝીનમાં સીરમ કંપનીના પુનાવાલાનાં પણ ભરપુર વખાણ કરવામાં આવ્યા છે અને જણાવ્યું છે કે વિશ્ર્વ આખા માટે કોરોના કાળમાં અણીને સમયે તેઓ મદદ માટે મોરચા પર આવ્યા હતા અને વેક્સિનનું સંશોધન કરી વિશ્વને મદદ કરી છે. તેઓ હજુ પણ દેશ અને વિશ્વને વધારે મદદ કરી શકે છે. મેગેઝીને મુલ્લા અબ્દુલગનીને કટરવાદી તાલીબાનો માહેના મધ્યમમાર્ગી નેતા ગણાવ્યા છે.(2.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here