વિદેશમાં કેટલું કાળુ નાણું જમા છે …!?

નવું મકાન લેવા 25 લાખ એડવાન્સ મળશે
નવું મકાન લેવા 25 લાખ એડવાન્સ મળશે

સંસદમાં સરકારનો જવાબ, છેલ્લા પાંચ વર્ષનો કોઈ અંદાજ મળતો નથી; 2015 માં બ્લેકમની જાહેર કરવાની એક તક યોજના થકી; વેરા પેટે સરકારને રૂ. 2476 કરોડ મળ્યા હોવાની માહિતી

વિદેશી બેંક ખાતાઓમાં ભારતીયો દ્વારા કાળાનાણાંનો કેટલો સંગ્રહ કરવામાં આવ્યો છે. તેનો કોઈ આંકડો આપવામાં સરકાર સંસદમાં નિષ્ફળ રહી હતી.

સંસદમાં કાળાનાણાં અંગેના પ્રશ્નોના જવાબમાં સરકારે ચોખવટ કરી હતી કે, છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન વિદેશમાં જમા થયેલા કાળાનાણાંનો સરકાર પાસે કોઈ ચોક્કસ અંદાજ નથી.

કેન્દ્રનાં રાજ્ય કક્ષાનાં નાણામંત્રી પંકજ ચૌધરીએ લેખિત જવાબ આપતા રાજ્યસભામાં માહિતી આપી હતી કે, 2015 માં કાળુનાણું બહાર લાવવા માટે અપાયેલી એક તક યોજનાને કારણે વિદેશમાં જમા રૂ. 4164 કરોડ જેટલા કાળાનાણાંની વિગતો મળી હતી અને સરકારે તેના પર રૂ. 2476 કરોડનો વેરો તથા પેનલ્ટી વસુલ કર્યા હતા.

Read Local News / Articles : Saurashtra , Gujarat

કુલ 648 ભારતીયોએ એમના વિદેશી રોકાણની માહિતી જાહેર કરી હતી.

મંત્રીએ એવું પણ દર્શાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન વિદેશી ખાતાઓમાં કેટલુ કાળુનાણું ઠલવાયું તેનો કોઈ સતાવાર અંદાજ સરકાર પાસે નથી. ગત 2014 માં કેન્દ્રમાં સતા પર આવનાર ભાજપ યુતિએ ચૂંટણી પ્રચાર દરમ્યાન વિદેશમાં જમા કાળાનાણાંનાં મામલાને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો.

મપનામાં પેપર લીકમાં જેમના નામ આવ્યા એ ભારતીય કંપનીઓ અને ભારતીય રોકાણકારો વિરૂધ્ધ શું પગલા લેવાયા એવા પ્રશ્ર્નનાં જવાબમાં ચૌધરીએ જણાવ્યું હતું કે, પનામાં અને પેરેડાઈઝ પેપર લીકમાં 930 નામો જાહેર થયા છે.

Read About Weather here

કુલ રૂ. 20353 કરોડની જંગી બ્લેકમની ની વિગતો બહાર આવી છે. સરકારે અત્યાર સુધીમાં રૂ. 153.88 કરોડનો વેરો વસુલ કર્યો છે. પેપર લીકનાં બીજા 52 કેસોમાં ફોજદારી કાર્યવાહી ચાલી રહી છે. 130 કેસમાં કાનૂની પગલા લેવાનું શરૂ કરી દેવાયું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here