બંને નેતાઓને ઘમંડી ગણાવી ફરી વિરોધ વાવંટોળ ઉભો કરતા ભાજપ સાંસદ
વારંવાર વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા ભાજપનાં સાંસદ ડો. સુબ્રમણ્યમ સ્વામીએ એવો ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રનાં નાણામંત્રી ડો. નિર્મલા સિતારમણને અર્થશાસ્ત્રનું કોઈ જ્ઞાન નથી.
Read Local News / Articles : Saurashtra , Gujarat
સ્વામીએ એવી પણ ટકોર કરી હતી કે બંને નેતાઓ ઘમંડી છે.
યુ.પી. નાં મથુરા જિલ્લામાં બરસાના ખાતે હોસ્પિટલનાં ભૂમિપૂજનમાં બોલતા ડો.સ્વામીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, મોંઘવારી એટલા માટે વધી રહી છે કે, મોદી કે નિર્મલા કોઈને અર્થશાસ્ત્રની જાણકારી જ નથી.
Read About Weather here
બંને ઘમંડી છે અને એવું માને છે કે એમને તમામ વસ્તુની જાણ છે. પરંતુ હકીકતે એમને કઈ જાણકારી નથી. વિકાસ વૃધ્ધિ દર સતત ઘટી રહ્યો છે.
અગાઉ પણ ડો.સ્વામી મોદી સરકાર પર પ્રહારો કરી ચૂક્યા છે. તેમણે પહેલા પણ ટીકા કરી હતી કે, મોદી સરકારનું રીપોર્ટકાર્ડ એ છે કે અર્થતંત્ર નિષ્ફળ, સીમા સુરક્ષા નિષ્ફળ, વિદેશનીતિ અસફળ.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here