લોકડાઉન દરમિયાન પાકિસ્તાનમાં હિન્દુ, ઇસાઇ, સિખ યુવતીઓના ધર્મપરિવર્તનની ઘટનાઓ વધી

62

અમેરિકાના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને ધાર્મિક સ્વતંત્રતાને લઇને ગંભીર ચિંતાવાળા દેશોની શ્રેણીમાં મુક્યુ

ઇસ્લામ બહુમતી ધરાવતા કટ્ટરપંથી પાકિસ્તાનમાં ધાર્મિક લધુમતી ધરાવતા સમુદાયોની દિકરીઓનું અપહરણ, બળાત્કાર, ધર્મપરિવર્તન જેવા અમાનુષી અત્યાચારો આખી દુનિયા સામે આવી ચૂક્યા છે. પરંતુ કોરોના મહામારી દરમિયાન પાકિસ્તાનમાં આ અત્યાચારો બહોળા પ્રમાણમાં વધ્યા હોવાના અહેવાલ છે.

માનવાધિકાર કાર્યકર્તાઓનું કહેવુ છે કે લોકડાઉન દૃરમિયાન આ પ્રકારના અત્યાચારો વધ્યા છે, કારણ કે લઘુમતી હિન્દુ, ઇલાઇ સમુદાયની કિશોરીઓ શાળાથી બહાર હોવાથી કટ્ટરપંથીઓની નજરમાં આવી ચૂકી હતી. અહીંની હૃાુમન ટ્રાફીન્કિંગ કરનારી અનેક ગેંગ ઇન્ટરનેટ પર સક્રિય છે અને ગરીબ પરિવારો દેવામાં ડૂબ્યા છે. અહીં સુધી કે અમેરિકાના વિદેશ મંત્રાલયે આ મહિને પાકિસ્તાનને ધાર્મિક સ્વતંત્રતાને લઇને ગંભીર ચિંતાવાળા દેશોની શ્રેણીમાં મુક્યુ હતું.

આ મુદ્દે અમેરિકન કમિશનનું કહેવુ હતું કે નાની ઉંમરની અલ્પસંખ્યક હિન્દૃુ, ઇસાઇ, સિખ કિશોરી-યુવતીઓનું અપહરણ કરવામાં આવે છે, તેમને બળજબરીથી ઇસ્લામ કબૂલ કરાવવામાં આવે છે અને નિકાહ કરાવી બળાત્કાર ગુજારવામાં આવે છે. ધર્મપરિવર્તનનો શિકાર થયેલી મોટાભાગની યુવતીઓ પાકિસ્તાનના સિંઘ રાજ્યના ગરીબ અને અલ્પસંખ્યક હિન્દુ પરિવારોની છે.

આ મુદ્દે એક રિપોર્ટ મુજબ હિન્દુ,ઇસાઇ અને સિખ યુવતીઓનું અપહરણ એવા કટ્ટરપંથીઓ દ્વારા કરવામાં આવે છે જેઓના લગ્નનો સમય નીકળી ગયો હોય. કેટલાક એવા પૈસાદાર લોકો પણ અલ્પસંખ્યક સમુદાયની યુવતીઓને ઉઠાવી જાય છે જેમના દેવા હેઠળ તેમના પરિવાર દબાયેલા હોય. રિપોર્ટ મુજબ અપહરણ કરી ધર્મપરિવર્તન કરાયા બાદ આવી યુવતીઓના નિકાહ તેમનાથી મોટી ઉંમરના વ્યક્તિ સાથે કરાવી દેવામાં આવે છે. જેમાં પૈસાના જોરે મૌલવીઓથી માંડીને પોલીસ પ્રશાસન અને મેજીસ્ટ્રેટ અને સરકારી તંત્ર પણ સામેલ હોય છે.

પાકિસ્તાનની ૨૨ કરોડ વસ્તીમાં અલ્પસંખ્યકો માત્ર ૩.૬ ટકા રહી ગયા છે અને તેઓ સતત અત્યાચારનો ભોગ બની રહૃાા છે.