લોકડાઉનને લઇને શું ચાલી રહ્યું છે દેશમાં કંઇ ખબર નહીં!

સમસ્યા એક જ પણ નિવેદનો અલગ-અલગ

લોકડાઉનના પરિણામો ભયાનક આવશે: WHOના મુખ્ય વૈજ્ઞાનિક

નાઈટ કફર્યુ કોરોના સંક્રમણ રોકવામાં અસરકારક નથી, મીની લોકડાઉન જરૂરી: ડો.ગુલેરીયા

આંશિક લોકડાઉન લાદો:ઇન્ડિયન મેડીકલ એસોસીએશનનો વડાપ્રધાને પત્ર

આજથી 20 શહેરોમાં રાત્રે 8થી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ

કોરોનાના નિયમનું સખ્તાઈથી પાલન કરવું એજ એકમાત્ર વિકલ્પ છે અને તેથી જ સંક્રમણ રોકી શકાશે. નાઈટ કર્ફયુનો અમલ મહારાષ્ટ્રમાં નિષ્ફળ ગયો: એઇમ્સ ડાયરેક્ટર

Subscribe Saurashtra Kranti here


માત્ર 9થી 6નો કર્ફ્યૂ કોઈ પરિણામ આપી શકે એમ નથી: હાઇકોર્ટ ચીફ જસ્ટિસ

અમદાવાદ: રાજ્યમાં કોરોનાના સતત વધતા કેસના કારણે ચિંતિત હાઇકોર્ટે એડવોકેટ જનરલને તાત્કાલિક બોલાવી સુઓમોટો કેસની સુનાવણી હાથ ધરી હતી અને સરકારને આકરા પ્રશ્ર્નો પૂછ્યા હતા અને 3થી 4 દિવસનો કર્ફ્યૂ લાદવાનો નિર્દેશ કર્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે જુદા જુદા પ્રસંગોએ 200 માણસોએ ભેગા થવાની લિમિટ ઓછી કરી નાખવી જોઈએ. હાઇકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે સરકારે ગંભીરતાથી પગલાં લેવા જોઈએ. માત્ર 9 થી 6નો કર્ફ્યુ હવે કોઈ પરિણામ આપી શકે એમ નથી. કોઇ પોલિટિકલ ફંકશન, સોશિયલ ફંકશનને મંજૂરી ન મળે તે જોવાની જવાબદારી તમારી છે. તમે શું કરી શકશો બતાવો? સરકારે જવાબમાં કહ્યું હતું કે લોકોએ સમજવાનું છે કે આ લડાઈ કોરોના અને લોકો વચ્ચેની છે. સરકારે જરૂરી પગલાં લેવા હાઇકોર્ટને ખાતરી આપી હતી.


દેશમાં સંક્રમણની ગતિ બેહદ ગંભીર: લોકો સાથ નહી આપે તો મહામારીને રોકવી મુશ્કેલ: ડો. પૌલ

નવી દિલ્હી: દેશમાં કોરોનાના ડેઈલી કેસ 1 લાખથી વધી જતા હવે તે અમેરિકા, બ્રાઝીલ જેવા ટોચના રાષ્ટ્રોથી પણ આગળ નીકળી જવા દૌટ મુકી રહ્યું હોવાની સ્થિતિ છે તો કેન્દ્ર સરકારે ગઈકાલે એક ચેતવણીમાં વાયરસ જે ઝડપથી આગામી ચાર સપ્તાહ ભારત માટે ખૂબ જ મહત્વના અને ચિંતાજનક પુરવાર થાય તેવી શકયતા દર્શાવી હતી.

ગઈકાલે દિલ્હીમાં એક પત્રકાર પરિષદમાં નીતિ આયોગના સ્વાસ્થ્ય-સદસ્ય ડો. વી.કે.પૌલે હવે સંક્રમણને કાબુમાં લેવા લોકો અને સરકાર સાથે જ ચાલે તેવી જરૂરિયાત છે અને લોકો કોરોના સંક્રમણનો મુકાબલામાં પ્રોટોકોલનો પાલન કરે તો જ આ સંક્રમણને ખાળી શકાય. સરકારે આ ઉપરાંત આરોગ્ય સુવિધા પણ વધુ બહેતર બનાવવી પડશે. ડો.પૌલે જણાવ્યું કે મહામારીની તિવ્રતા વધી રહી છે. કેટલાક રાજયોમાં હાલત અત્યંત ખરાબ છે અને આથી જ વનભાગીદારી વગર આ સંક્રમણને રોકવું સહેલું નથી. જો કે ગુજરાત માટે રાહત છે કે દેશના ટોચના 10 જીલ્લામાં જયાં સંક્રમણ સૌથી વધુ છે તેમાં રાજયનો એક પણ જીલ્લો નથી.


ભારત કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે ત્યારે તેના આધારે અનેક રાજયોએ વીકેન્ડ લોકડાઉન, નાઈટ કફર્યૂ જેવી અનેક પાબંદીઓ લગાવી છે. અનેક જગ્યાઓએ સંપૂર્ણ લોકડાઉનને લઈને પણ વિચાર વિમર્શ ચાલી રહ્યો છે. આ સમયે World Health Organisationની મુખ્ય વૈજ્ઞાનિક ડોકટર સૌમ્યા સ્વામીનાથને લોકડાઉનને લઈને કહ્યું છે કે આ પરિણામ ભયાનક હોઈ શકે છે. સાથે તેઓએ મહામારીની અન્ય લહેરને નિયંત્રિત કરવામાં પણ લોકોની ભૂમિકા પર ભાર આપ્યો છે. આ સમયે તેઓએ વેકસીનના ડોઝની પણ ચર્ચા કરી હતી.

એક માહિતિ અનુસાર ડોકટર સ્વામીનાથને કહ્યું કે ત્રીજી લહેરને વિશે વિચારવા અને પૂરતા લોકોને વેકસીન આપવામાં આવે ત્યાં સુધી બીજી લહેરનો સામનો કરવાનો રહેશે. આ મહામારીમાં હજુ અન્ય અનેક લહેરો હોઈ શકે છે. અહીં લોકડાઉનને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. ગયા વર્ષે પણ લોકડાઉન સમયે પુણેમાં અનેક હોટસ્પોટ રહ્યા હતા. આંશિક રીતે જયારે લોકડાઉન હટ્યું ત્યારે આંકડા ફરી વધ્યા. ત્યારે 10 દિવસના લોકડાઉને પણ મદદ કરી ન હતી. આંકડા સતત વધ્યા હતા. લોકડાઉનના સમયે કમ્યુનિટી ટ્રાન્સમિશનના કારણે વાયરસ નાના સમૂહમાં ફેલાયો. જયારે લોકડાઉન હટાવાશે ત્યારે તે ઝડપથી ફેલાશે કેમકે લોકડાઉનના તણાવ બાદ લોકો આરામ કરે છે.

ગુજરાતમાં કોરોના સામેના જંગમાં લોકડાઉન સિવાયના વિકાસમાં ગઈકાલે ગુજરાત સરકારે નાઈટ કર્ફયુ 1 કલાક વધાર્યો છે અને રાજયના મહાનગરો ઉપરાંત હવે વધુ 14 શહેરોને પણ તેમાં સામેલ કર્યા છે તે સમયે આ નિર્ણયની યોગ્યતા અંગે પણ પ્રશ્ર્ન પૂછાઈ રહ્યા છે. બીજી તરફ એઈમ્સ દિલ્હીના ડીરેકટર તથા કોવિડ ટાસ્ક ફોર્સના એક સભ્ય ડો. સંદીપ ગુલેરીયાએ પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો લોકો દિવસના સમયમાં બિન્દાસ ફરતા હોય અને કોરોના પ્રોટોકોલનું પાલન કરતા ન હોય તો પછી નાઈટ કર્ફયુનો કોઈ અર્થ નથી અને તેનાથી સંક્રમણ અટકશે નહી. ગઈકાલે દિલ્હીમાં પણ નાઈટ કર્ફયુની જાહેરાત કરવામાં આવી હતી પણ તબીબી નિષ્ણાંતો આ પ્રકારના પ્રતિબંધોને નકારી કાઢે છે. ડો. ગુલેરીયાએ કહ્યું કે નાઈટ કર્ફયુ સંક્રમણને રોકવા માટે કોઈ રીતે અસકારક નથી.

સરકાર આ પ્રકારના પગલાથી તે કામ કરે છે તે દર્શાવે છે. વાસ્તવમાં કોરોનાના નિયમનું સખ્તાઈથી પાલન કરવું એજ એકમાત્ર વિકલ્પ છે અને તેથી જ સંક્રમણ રોકી શકાશે. નાઈટ કર્ફયુનો અમલ મહારાષ્ટ્રમાં નિષ્ફળ ગયો જ છે. રાજ્યમાં કોરોના કહેર વધતા મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં હાઇપાવર કમિટીની બેઠક મળી હતી જેમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા જેમાં કોરોના સંક્રમણ અટકવાવા ગુજરાતના મહાનગરો સહીત 20 શહેરોમાં રાત્રે 8થી સવારે છ વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કરવા નિર્ણય લેવાયો છે. ડો. ગુલેરીયાએ કહ્યું કે જો દિવસે લોકો સંક્રમણની ચિંતા વગર ફરતા હોય તો તે કોરોનાનો ફેલાવો કરે જ છે અને નાઈટ કર્ફયુ લગાવાથી કોઈ તર્ક જ નહી.

એઈમ્સના કોમ્યુનીટી મીડીસીનના પ્રો.સંજય રાય એ પણ અભિપ્રાય આપતા કહ્યું કે નાઈટ કર્ફયુથી કોરોના સંક્રમણ રોકાતુ હોય તેવા કોઈ તબીબી પુરાવા જ નથી. ઈન્ડીયન મેડીકલ એસો.ના ટ્રેઝરર ડો. અનિલ ગોયલ પણ નાઈટ કર્ફયુ સાથે સંમત નથી. તેઓ કહે છે કે ભીડ ને દૂર કરવી એ જ એક વિકલ્પ છે અને તેથી આપણે તેવા ઉપાયો વિચારવા જોઈએ.

Read About Weather here

ઇન્ડીયન મેડીકલ એસોસીએશનએ પીએમ મોદીને એક પત્ર લખી દેશમાંં આંશિક લોકડાઉન લગાવવા માટે ગુજરાત સહિત દેશમાં બીનજરૂરી મેળાવડા, સિનેમા, પ્રસંગો બંધ રાખવા, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો સિમીત ગાળા માટે બંધ કરાવવા જોઇએ અને 18 વર્ષ સુધીના તમામ લોકોને રસી આપવા માંગણી કરવામાં આવી છે. દેશમાં કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રસીકરણમાં તેજી લાવવા માટે ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા પ્રધાનમંત્રી મોદીને પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં પીએમ મોદીને અપીલ કરવામાં આવી છે કે કોરોના વાયરસ પ્રસાર રોકવા માટે વધારેને વધારે વેકિસનના ડોઝ આપવાં આવે અને રસીકરણ પ્રોગ્રામમાં તેજી લાવવામાં આવે. આવા અનેક નિવેદનો અલગ અલગ લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. આખરે સરકારે શુ કરવુ જોઇએ તે વાત જ સ્પષ્ટ કરાતી જ નથી બધા પોતા પોતાની બુધ્ધી હલાવીને નિવેદન આપે છે.

Read National News here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleરાત્રિના લગ્ન સમારંભો યોજવા પર રોક, મહેમાનોનું પણ ટૂંકુ લિસ્ટ
Next articleઆજે 8 વાગ્યાથી કફર્યુનો કડક અમલ કરાવવા માટે પોલીસ તૈયાર