ભારત અને રશિયા વચ્ચે આઝાદી દીનની પૂર્વ સંધ્યા વચ્ચે મહત્વનો કરાર
જાહેરાત અગાઉ થઇ હતી પણ હવે મહત્વના શોદાને અપાઇ લીલી ઝંડી
છ લાખ જેટલી આધુનિક કાલાશ્નીકો રાઇફલનું ભારતમાં જ ઉત્પાદન
છેલ્લા એક વર્ષના અવિરત પ્રયાસો બાદ ભારત અને રશિયા વચ્ચે મહત્વનો શસ્ત્ર શોદો થયો છે. ખુબ જ આધુનિક અને શકિતશાળી ગણાતી એકે-203 રાઇફલનું ભારતમાં જ ઉત્પાદન કરવાનાં કરારને બન્ને દેશોએ સંપન્ન કર્યો છે. દેશના 75માં આઝાદી દીનની પૂર્વ સંધ્યાએ જ મહત્વનો કરાર થતા ભારતીય લશ્કરી દળો અને પોલીસ સહિતના આંતરીક સુરક્ષા દળોને મોટો ફાયદો થશે.
Visit Saurashtra Kranti Homepage here
ઉત્તર પ્રદેશમાં રાઇફલ બનાવવાનું કામ થશે એવું કરારમાં દર્શાવવામાં આવ્યું છે. ઇન્ડો-રશિયન પ્રાઇવેટ લીમેટેડ કંપની દ્વારા ઘરઆંગણે રાઇફલનું ઉત્પાદન કરવામાં આવશે. 1 વર્ષથી ચાલતી વાટાધાટો બાદ શોદાને મંજુરી આપી દેવાઇ છે.
રશિયા સાથેના કરારથી ભારતે ઘર આંગણે લશ્કરી સંરમજામની દિશામાં વધુ એક સિધ્ધી મેળવી છે. રશિયા સાથેના કરાર મુજબ 6 લાખ જેટલી કાલાશ્નીકો રાઇફલનું ઘર આંગણે ઉત્પાદન થશે. એ માટેની તમામ ટેકનોલોજી રશિયા આપશે.
Read About Weather here
કુલ રૂપિયા 5125 કરોડના ખર્ચે રાઇફલનું ઉત્પાદન થશે. વિશ્ર્વમાં વિખ્યાત એકે-47 રાઇફલની અનુગામી ગણાતી એકે-203 રાઇફલ ઉપયોગ કરવામાં વધુ સરળ છે અને વિશ્ર્વશનીય રાઇફલ માનવામાં આવે છે. ભારતીય સેનાના 12 લાખ જવાનો માટે આ રાઇફલ મહત્વની બની રહેશે. બાદમાં અર્ધલશ્કરી દળો અને પોલીસ દળોને પણ રાઇફલ આપવામાં આવશે.(2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here