લંબાવવામાં આવ્યું લોકડાઉન…!!

લંબાવવામાં આવ્યું લોકડાઉન...!!
લંબાવવામાં આવ્યું લોકડાઉન...!!

વૈશ્વિક મહામારી કોરોનાએ જનજીવનને ખરાબ રીતે પ્રભાવિત કર્યું. આનાથી બચવા માટે દુનિયાના લગભગ તમામ દેશોએ નાગરિકોની સુરક્ષાને જોતા લોકડાઉન જેવા તમામ પ્રતિબંધ લાગુ કર્યા.

લોકોડાઉન લાગવાના કારણે કોરોનાનો ખતરો ઓછો થતો જોવા મળ્યો છે પરંતુ કોરોના હજુ સાવ નથી તેવું કહી શકાય નહીં.

Read Local News / Articles : Saurashtra , Gujarat

જોકે વેક્સિનેશન શરૂ થયા બાદથી લગભગ તમામ દેશોમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં આગળ ધપાવવાના કારણે કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.

જેને ધ્યાનમાં રાખતા તમામ દેશ ધીમે-ધીમે નાગરિકોને પ્રતિબંધોથી મુક્તિ મળી રહી છે. જેના કરને નાગરિકોમાં ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે.

 આ સમયમાં એક દેશ ઓસ્ટ્રેલિયા પણ છે. જેને નાગરિકોએ દુનિયાના સૌથી લાંબા લોકડાઉનનો સામનો કર્યો. હાલ વર્તમાન પરિસ્થિતિને જોતા અહીંની સરકાર લોકોને મોટી અનુકૂળતા આપવાની તૈયારીમાં છે.

મેલબર્નના અધિકારીઓએ રવિવારે જણાવ્યું કે, આ સપ્તાહના અંત સુધી ઘરે રહેવા જેવા તમામ પ્રતિબંધ હટાવી દેવાશે. માર્ચ 2020 સુધી પાંચ મિલિયન ઓસ્ટ્રેલિયન નાગરિકોને લગભગ નવ મહિના એટલે કે 262 દિવસ સુધી છ વખત લોકડાઉન હેઠળ ઘરમાં કેદ રહેવું પડ્યું.

ઓસ્ટ્રેલિયાઈ અને અન્ય મીડિયા રિપોર્ટસ અનુસાર આર્જેન્ટિનાની રાજધાની બ્યૂનસ આયર્સમાં લાગેલા 234 દિવસના લોકડાઉન બાદ ઓસ્ટ્રેલિયાનું દુનિયાનું સૌથી લાંબુ લોકડાઉન હતું.

Read About Weather here

ઓસ્ટ્રેલિયામાં કોરોનાનુ જોખમ હજુ સમગ્ર રીતે ટળ્યું નથી કે એવામાં સ્થિતિઓનો સામાન્ય અને શ્રેષ્ઠ બનાવવા માટે એ આશા કરવામાં આવી રહી છે કે આ સપ્તાહે કોરોના વેક્સિનેશન 70 ટકા સુધી વધી શકે છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here