રોકાણકારોને 1 અઠવાડિયામાં દોઢ લાખ કરોડનો ચૂનો લાગ્યો

રોકાણકારોને 1 અઠવાડિયામાં દોઢ લાખ કરોડનો ચૂનો લાગ્યો
રોકાણકારોને 1 અઠવાડિયામાં દોઢ લાખ કરોડનો ચૂનો લાગ્યો

આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ કેપ 124 કરોડ રૂપિયા વધીને ૩.૯૧ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે

માર્કેટ કેપિટલાઈઝશનના હિસાબે દેશની ટૉપ 10 કંપનીઓમાંથી ૮ની માર્કેટ વેલ્યૂ 1.૪૧ લાખ કરોડ રૂપિયાથી ઘટી ગઈ છે. જ્યારે ગત અઠવાડિયામાં સેંસેક્સ ૭૫૯.૨૯ અંક એટલે કે ૧.૫૩ ટકા ટૂટી ૪૮,૮૩૨ અંકના સ્તરે બંધ થયો હતો. આ દરમ્યાન શેર બજારમાં સૌથી વધુ આઈટી સેક્ટરના શેરમાં ગિરાવટ નોંધાઈ છે.

Subscribe Saurashtra Kranti here

ટીસીએસનો શેર ગત અઠવાડિયે ૩.૯ ટકાની ગિરાવટ સાથે બંધ થયો. જેને પગલે કંપનીની માર્કેટ કેપ ૪૭.૬૮ હજાર કરોડ રૂપિયા ઘટીને ૧૧.૮૧ લાખ કરોડ રૂપિયાના સ્તરે આવી ગઈ. જ્યારે ઈનફોસિસની માર્કેટ કેપ ૩૭.૫૭ હજાર કરોડ રૂપિયા ઘટી ગઈ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની માર્કેટ પણ ૩૦.૮૪ હજાર કરોડથી ઘટીને ૧૨.૨૬ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત એસબીઆઈની માર્કેટ કેપ ૧૧.૭૩ હજાર કરોડ ઘટી છે. આ ઉપરાંત કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ કેપ ૬૬૨૯ કરોડ રૂપિયા ઘટીને ૩.૪૯ લાખ કરોડના સ્તરે આવી ગઈ છે. આ ઉપરાંત હિંદૃુસ્તાન યૂનિલીવરની માર્કેટ કેપ ૪૫૩૪ હજાર કરોડ રૂપિયા ઘટી છે. ભારતી એરટેલની માર્કેટ કેપ પણ ૨૬૩૬ કરોડ રૂપિયા ઘટીને ૨.૯૬ લાખ કરોડ રૂપિયા રહી ગઈ છે.

Read About Weather here

એચડીએફસીનો શેર ૨.૪ ટકા વધ્યો છે, જેનાથી તેની માર્કેટ કેપ ૧૦૬૯૭ કરોડ રૂપિયા વધીને ૪.૬૪ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ. એચડીએફસી બેંકની માર્કેટ કેપ ૩૭૪૮ કરોડ રૂપિયા વધીને ૭.૮૭ લાખ કરોડ રૂપિયાના સ્તરે આવી ગઈ. જ્યારે આઈસીઆઈસીઆઈ બેંકની માર્કેટ કેપ ૧૨૪ કરોડ રૂપિયા વધીને ૩.૯૧ લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleકોરોનાનો રિપોર્ટ નેગેટિવ પણ છતાં પણ 24 કલાકમાં 3 ભાઈનાં મોત
Next articleપ્રિન્સ ફિલિપની શોક સભામાં ટૉપલેસ થઈ મહિલા!!!