રૂ. 21 હજાર કરોડનાં ડ્રગ્સનાં મામલે દિલ્હીથી ઝડપાતો અફઘાની નાગરિક

રૂ. 21 હજાર કરોડનાં ડ્રગ્સનાં મામલે દિલ્હીથી ઝડપાતો અફઘાની નાગરિક
રૂ. 21 હજાર કરોડનાં ડ્રગ્સનાં મામલે દિલ્હીથી ઝડપાતો અફઘાની નાગરિક

તપાસ સંભાળ્યા બાદ એનઆઈએ દ્વારા પહેલી ધરપકડ


કચ્છનાં મુન્દ્રા બંદર પરથી દર સપ્ટેમ્બર મહિનામાં દેશનાં ઈતિહાસનો સૌથી મોટો રૂ. 21 હજાર કરોડનાં ડ્રગ્સનો જથ્થો પકડાયા બાદ એનઆઈએ દ્વારા તમામ તપાસ હાથમાં લેવામાં આવી હતી. મુન્દ્રા ડ્રગ્સનાં મામલે એનઆઈએ દ્વારા પહેલી ધરપકડ કરવામાં આવી છે.

દક્ષિણ દિલ્હી વિસ્તારમાંથી એક અફઘાની નાગરિકને દબોચી લેવાયો છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

એનઆઈએ દ્વારા નાર્કોટીક્સ અને ત્રાસવાદ અંગેની ધરીનાં મુદ્દા પર ઊંડી તપાસ ચલાવવામાં આવી રહી છે. એનઆઈએ નાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મુન્દ્રા પોર્ટ પરથી ડ્રગ્સનો 3 હજાર કિલો જેટલો જંગી જથ્થો મળ્યો હતો.

આ જથ્થો છુપાવીને લાવવાના કાવતરામાં સંડોવાયેલા મનાતા અફઘાની નાગરિક સોભન આર્યનફારને દિલ્હીનાં નેબસરાઈ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. ટેલકમ પાવડરનાં જથ્થામાં છુપાવીને જહાજ મારફત કંદહારથી ડ્રગ્સનો જંગી જથ્થો લાવવામાં આવ્યો હતો.

આ પ્રકરણમાં અત્યાર સુધીમાં ચૈન્નાઈનાં દંપતી સહિત 8 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ દંપતી વૈશાલી અને સુધાકરને કેરીઅર તરીકે કામ કરવા રૂ. 10 થી 12 લાખની રકમ અપાઈ હતી. ટેલકમ પાવડરનાં કાચા માલનો વેપાર કરતા આ દંપતીનાં ક્ધટેનરમાં હેરોઈન છુપાવવા માટે આ રકમ અપાઈ હતી.

Read About Weather here

જો કે ડીઆરઆઈ ને મળેલી ચોક્કસ બાતમીને પગલે જહાજ ઈરાન થઈને મુન્દ્રા આવ્યું ત્યારે તપાસ કરીને જથ્થો પકડી લેવામાં આવ્યો હતો.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here