મુલાકાતીઓને સાવેચત રહેવા સાઇન બોર્ડ મુકાયા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજીડેમ નજીક રૂ.14 કરોડના ખર્ચે 47 એકર જમીનમાં નવનિર્મિત પામેલ રામ વન અર્બન ફોર્મ સર્પ વધુ પ્રમાણમાં જોવા મળતા મુલાકાતીઓને રામ વનની મુલાકાત દરમિયાન સાવચેત રહેવા અનુરોધ કરતા સાઇન બોર્ડ મુકવા તંત્રને ફરજ પડી છે.
Visit Saurashtra Kranti Homepage here
રામ વન ખાતે યોજાયેલા લોકાર્પણ સમારોહના કાર્યક્રમ પૂર્વે ત્યાંથી 70 જેટલા સર્પ પકડવામાં આવ્યા હતા! તેમ મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે, રામવનનું લોકાર્પણ થયા બાદ તુરંત જ સાઇન બોર્ડ મુકવામાં આવ્યા હતા જેથી મુલાકાતીઓ સાવધાની રાખે. રામ વન વિસ્તારમાં અનેક રાફડાઓ આવેલા હોય પહેલેથી જ આ વિસ્તારમાં સર્પનો વસવાટ છે તેમજ ગાઢ જંગલ જેવું વન ડેવલપ કરાયું હોવાથી સરિસૃપ વન્ય જીવોની અવરજવર રહે છે.
Read About Weather here
લોકોને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને સાવધાની વર્તે તે માટે રામ વનમાં ઠેર ઠેર સાઇન બોર્ડ મુકવામાં આવ્યા છે. જો કે લોકાર્પણ થયાથી હાલ સુધીમાં ત્રણેક લાખ લોકોએ રામ વનની મુલાકાત લીધી છે પરંતુ સરિસૃપ જીવો અંગે મુલાકાતીઓ તરફથી કોઇ ફરિયાદ મળી નથી. તેમ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here