મોડી રાતે વિકાસ કામોનું નિરીક્ષણ કરવા નિકળ્યાની સતાવાર જાહેરાત: બંનેની સુરક્ષા માટે ડઝનબંધ કમાન્ડોએ પણ પદયાત્રા કરી
હાલ ધર્મનગરી કાશીનો પ્રવાસ કરી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુ.પી.નાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સાથે લઈને મધરાત્રે વારાણસીમાં પદયાત્રા કરી હતી અને નિર્માણાધીન વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું હતું.
Read Saurashtra Kranti E-Paper : Click Here
મધરાત્રે આ જોડી પગે ચાલીને નીકળી હતી ત્યારે ડઝનબંધ કમાન્ડોને પણ બંનેનાં રક્ષણ માટે દોડધામ કરવી પડી હતી.
Read About Weather here
રાતનાં લગભગ 1 વાગ્યાનાં સુમારે મોદી અને યોગીની જોડીએ વારાણસીમાં ચાલી રહેલા કેટલાક ચાવીરૂપ વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું હતું. આ વખતે માર્ગમાં વડાપ્રધાન સ્થાનિક લોકો સાથે હળતા-મળતા દેખાયા હતા. વડાપ્રધાને બાદમાં ટવીટ કર્યું હતું કે, કાશીનાં લોકો માટે શક્ય તેટલું શ્રેષ્ઠ પાયાનું માળખું ઉભું કરવાનું અમારી સરકારનો પ્રયાસ છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here