મોસમના ગજબનાક ઉલ્ટા પુલ્ટાથી મોંઘવારી બેફામ

જનતા પર પડશે મોંઘવારીનો માર...!!
જનતા પર પડશે મોંઘવારીનો માર...!!

યુનોનો ચોકાવનારો ડેટા

વિશ્ર્વભરમાં કયાંક પુર, કયાંક ગરમી તો કયાંક તોફાની વર્ષા: કૃષિ ઉત્પાદનને જબરો ફટકો, એક વર્ષમાં જ મોંઘવારીમાં 34%નો જબરો વધારો

વિશ્વમાં એક તરફ કોરોનાની ચિંતા યથાવત છે તો યુરોપના અનેક દેશોમાં ગ્લોબલ વોર્મિંગના કારણે પુર, ગરમી સહિતની આફતો પણ છે અને તેની સીધી અસર કૃષિ સહિતના ક્ષેત્રમાં છે તે વચ્ચે ખાસ કરીને ગ્લોબલ વોર્મિંગની સ્થિતિથી ખાદ્ય ચીજોના ઉત્પાદન પર જામેલી મોટી અસરના કારણે છેલ્લા એક વર્ષમાં ખાદ્ય ચીજો 34% મોંઘી થઈ છે અને ભવિષ્યમાં ખાદ્ય મોંઘવારીનો ખતરો વધી શકે છે.

Subscribe Saurashtra Kranti here

જાણીતી વૈશ્ર્વિક એજન્સી બ્લુમબર્ગના એક રીપોર્ટ મુજબ આ સ્થિતિની સીધી અસર લોકોના ખીસ્સા પર થઈ છે તો બીજી તરફ ખાદ્ય સહિતના વ્યાપારમાં સામેલ મલ્ટીનેશનલ અને નેશનલ કંપનીઓની કમાણી બેવડી થઈ છે. બ્લુમબર્ગના જણાવ્યા મુજબ સંયુક્ત રાષ્ટ્રસંઘના કૃષિ અને ખાદ્ય સંગઠનનો મૂલ્ય સૂચકાંક છેલ્લા 12 માસથી લગાતાર વધી રહ્યા છે જે ગત વર્ષની તુલનામાં 34% વધુ છે.

ગ્લોબલ વોર્મિંગના કારણે દુનિયાભરમાં કૃષિ સહિતના ઉત્પાદનો પર મોટી અસર થઈ છે. ચીનમાં ભારે વરસાદ પુરથી ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. અમેરિકા અને કેનેડામાં ભારે ગરમીના કારણે ઉભા પાક નાશ પામ્યા છે. યુરોપના અનેક દેશોના ભારે વરસાદે ખેતરોમાં પડેલા અનાજમાં મોટો સડો થયો છે.
બ્રાઝીલમાં ભારે ઠંડીથી કોફી ક્ષેત્રો તબાહ થઈ ગયા છે અને ભાવ 17% વધી ગયા છે. એટલું જ નહી આ ઠંડી વર્ષા સુધી રહેશે તેવી આગાહી છે. પશ્ર્ચિમી કોલંબીયામાં જંગલની આગના કારણે માલ પરિવહન સાવ ઠપ્પ થઈ ગયું છે અને તેની અસર પુરવઠા પર પડી છે.

Read About Weather here

મોસમની આ પરીસ્થિતિની સીધી અસર ખાદ્યાન્ન પર પડે છે અને ગરીબ દેશોને સૌથી મોટો આંચકો લાગ્યો છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘનો રીપોર્ટ કહે છે કે હજુ આગામી દિવસોમાં જલવાયુ પરિવર્તન ની અસર વધુ જોવા મળશે અને તે વધુ ભયાનક હશે. જો કે બીજી તરફ ક્ધઝયુમર્સ ગુડસ કંપનીઓને સોના-ચાંદી જેવી સ્થિતિ છે. મલ્ટીનેશનલ અને નેશનલ કંપનીઓનો નફો છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ વધ્યો છે અને તે ભાવવધારા આધારીત નફો છે. કાચા માલના ભાવમાં વધારાને આગળ ધરીને કંપનીઓએ તેના ઉત્પાદનના ભાવ વધારી દીધા છે અને તેથી તેમના નફામાં 12% જેવો વધારો થયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here