મુન્દ્રા ડ્રગ્સ મામલો…!!

મુન્દ્રા ડ્રગ્સ મામલો...!!
મુન્દ્રા ડ્રગ્સ મામલો...!!

મહત્વના બંદરો ખાનગી કંપનીને સોંપવા કેટલા સુરક્ષિત?

મુન્દ્રા પોર્ટ પર પકડાયેલા વિશ્વના સૌથી મોટા હેરોઇનના જથ્થાને લઇને સર્જાતા અનેક સવાલ: ચૈન્નાઇથી પકડાયેલા દંપતીએ ડ્રગ્સ માફિયાગીરીનાં ચોકાવનારા ખુલાસા કરતા સુરક્ષા તંત્ર સ્તબ્ધ

મુન્દ્રા ડ્રગ્સના મામલે ચાર અફઘાનિ, એક ઉઝબેક તથા ત્રણ ભારતીય નાગરિકો સહિત આઠની ધરપકડ

કચ્છ અને ગુજરાત માટે દરિયાઇ સુરક્ષા માટે ખુબ જ વ્યૂહાત્મક અને મહત્વના તથા ગુજરાતની ખાનગી કંપની અદાણી ગ્રૃપ દ્વારા સંચાલીત મુન્દ્રા પોર્ટ પરથી પકડાયેલા વિશ્વના અત્યાર સુધીના સૌથી મોટામાં મોટા ડ્રગ્સ રૂ.21 હજાર કરોડની કિંમતના હેરોઇનના ત્રણ હજાર કિલો જથ્થાના પ્રકરણને પગલે તપાસનો રેલો દેશના અનેક શહેરોમાં લંબાયો છે અને અત્યાર સુધીમાં નસીલા પર્દાથોમાં આ ચકચારી પ્રકરણમાં કુલ આઠ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

જેમાં ત્રણ ભારતીય નાગરીકો છે, ચૈન્નાઇના દંપત્તીનો સમાવેશ થાય છે. ચાર અફઘાનિ નાગરિકો અને એક ઉઝબેક નાગરિકની પણ ધરપકડ કરવામાં આવી છે. ભારતીય દંપત્તીની ચૈન્નાઇમાંથી ધરપકડ કરવામાં આવી છે.

આ દંપત્તીએ ડ્રગ્સ માફિયાગીરીની કામગીરી વિશે જે ચોકાવનારા ખુલાસા કર્યા છે તેનાથી સુરક્ષા તંત્ર પણ અવાચક બની ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

દરમ્યાન દેશના મહત્વના બંદરો ખાનગી કંપનીઓને સોંપી દેવાની પધ્ધતી સામે હવે અનેક સવાલો ઉઠી રહયા છે.

મુન્દ્રા પોર્ટનાં હેરોઇન પ્રકરણની તપાસનો છેડો દિલ્હી, યુપીના નોઇડા, તમીલનાડુના ચૈન્નાઇ અને કોઇમ્બતુર, અમદાવાદ, વિજયવાડા સુધી લંબાયા છે. માંડવી અને ગાંધીધામમાં પણ ડીઆઇઆર દ્વારા તપાસનો ધમધમાટ કરવામાં આવી રહયો છે.

મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ચૈન્નાઇથી ઝડપાયેલા સુધાકર મચવારાપુ અને તેની પત્ની વૈશાલીને આયાત કરાયેલા ક્ધટેનર દીઠ રૂ.30 હજાર ચુકવવામાં આવ્યા હોવાનું જાહેર થયું છે.

કસ્ટમ કલીયરન્સ કરાવવા બદલ અને જથ્થો અન્યત્ર પહોંચાડવા માટે આ દંપતીની હવાલા મારફત બીજા રૂ.3 લાખ મળ્યા હતા. આ પ્રકરણની તપાસમાં હવે એનફોસમેન વિભાગે પણ ઝમ્પ લાવ્યું છે.

નાણાની હેરફેરનાં મામલે ઇડી દ્વારા તપાસનો ધમધમાટ કરવામાં આવી રહયો છે. તાજેતરમાં જે જંગી જથ્થો ઝડપાયો છે. એ ટેલકમ પાઉડરના ઓઠા હેઠળ ક્ધટેનરમાં ભરીને અફઘાનિસ્તાનથી ઇરાન થઇ લાવવામાં આવ્યો હતો.

મોટી ગુણીઓમાં હેરોઇનનો પર્દાથ રાખવામાં આવ્યો હતો અને ઉપરના ભાગે ટેલકમ પાઉડરના ડબ્બા ગોઠવી ગુણીઓ સીવી લેવામાં આવી હતી જેથી શંકા ન જાય. આ જથ્થો અફઘાનિસ્તાનના નિમરૂઝ પ્રાન્તમાંથી આવ્યો હતો. જયાં પાઉડરનું ઉત્પાદન થતું જ નથી.

ત્યાંથી વિશ્વનાં 80 ટકા ડ્રગ્સ પર્દાથોનો જથ્થો જ અન્ય દેશોમાં રવાના કરવામાં આવે છે. આ દંપતીએ તેમના આયાત-નિકાસ લાયસન્સનો દુરઉપયોગ કરીને ક્ધટેનર મંગાવ્યા હતા એવું જાહેર થયું છે.

આ બન્નેને અફઘાનિસ્તાન અને ઇરાનમાંથી આદેશો મળતા હતા. હજુ આવા જથ્થા ભરેલા બે ક્ધટેનર આવી રહયા હોવાની બાતમી મળી છે.

દરમ્યાન સોશિયલ મીડિયામાં જોરશોરથી એવી ચર્ચા ઉઠી છે કે, મહત્વના વ્યૂહાત્મક બંદર ખાનગી કંપનીઓના હાથમાં સોંપવાનું સુરક્ષિત રહયું નથી.

ખાનગી કંપની દ્વારા સંચાલીત આવા બંદર પર વધુ લોખંડી સુરક્ષા અને દરેક જહાજની ઉંડી ચકાસણી કરવાનું જરૂરી બન્યું છે. કોંગ્રેસે ગુજરાતની આ સૌથી મોટી ડ્રગ્સ હેરફેરના મામલે અદાલતની તપાસની માંગણી કરી છે.

ગુજરાતમાં નાર્કોટીકસ ક્ધટ્રોલ બ્યુરો જેવા મહત્વના વિભાગમાં મોટા ચાવી રૂપ હોદ્દાઓ હજુ સુધી ખાલી છે એ અંગે પણ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે.
અદાણી ગ્રૃપનું નિવેદન જણાવે છે કે, પોર્ટ સંચાલક કંપનીઓને માત્ર સંચાલન કરવાની સત્તા છે.

Read About Weather here

બંદર પર આવનારા માલ-સમાનની તપાસ કરવાની સત્તા પોર્ટ સંચાલકોને નથી. દેશના કોઇપણ પોર્ટ ખાનગી કંપનીઓને માલ-સમાન ચકાસવાની સત્તા નથી. અદાણી કંપની વિરૂધ્ધ દવ્શેપુર્ણ અને ખોટો પ્રચાર ચલાવવામાં આવી રહયો છે જેનો આ ખુલાસા સાથે અંત આવી જશે એવી કંપનીને આશા છે.(2.11)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here