વડપ્રધાન મોદીએ મુખ્યમંત્રીઓ સાથે કરી બેઠક, કેજરીવાલે કહૃાું- દિલ્હીમાં ઓક્સિજનની ભારે અછત

મુખ્યમંત્રીઓ સાથે બેઠક
મુખ્યમંત્રીઓ સાથે બેઠક

દેશમાં કોરોના વાયરસની વધતી રફતાર બાદ પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી. આ અગાઉ તેમણે સવારે ૯ વાગે અધિકારીઓ સાથે ઈન્ટરનલ બેઠક કરી હતી.

મીટિંગ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરિંવદ કેજરીવાલે કહૃાું કે દિલ્હીમાં ઓક્સિજનની ભારે અછત છે. જો અહીં ઓક્સિજન ઉત્પાદન કરતો પ્લાન્ટ નથી તો શું દિલ્હીના લોકોને ઓક્સિજન નહીં મળે? જ્યારે દિલ્હી માટે એક ઓક્સિજન ટેન્કરને બીજા રાજ્યમાં રોકવામાં આવે છે ત્યારે કૃપા કરીને સૂચન આપો કે કેન્દ્ર સરકારમાં મારે કોની સાથે વાત કરવી જોઈએ?

Subscribe Saurashtra Kranti here

પીએમ મોદી દેશના સૌથી વધુ કોરોના પ્રભાવિત ૧૦ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી છે. જેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, રાજસ્થાન, દિલ્હી, મધ્ય પ્રદેશ, ગુજરાત અને તામિલનાડુના મુખ્યમંત્રીઓ સામેલ છે.

દેશના અલગ અલગ ભાગોમાં ઓક્સિજનના સપ્લાયની સમસ્યા છે. દિલ્હી, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન સહિત અનેક રાજ્યો ઓક્સિજનની કમી સામે ઝઝૂમી રહૃાા છે. પીએમ મોદીએ આજે અનેક મંત્રાલયના અધિકારીઓ સાથે પણ બેઠક કરી. જેમાં તેમને ઓક્સિજનના સપ્લાયને તેજ કરવાનો નિર્દેશ આપ્યો.

Read About Weather here

પીએમ મોદીનો નિર્દેશ હતો કે ઓક્સિજનનું પ્રોડક્શન પૂરતા પ્રમાણમાં થઈ રહૃાું છે. પરંતુ સપ્લાયમાં મુશ્કેલી છે. તેને દૃૂર કરવી જોઈએ. જો હાલ બ્લેક માર્કેટિંગ થઈ રહૃાું હોય તો તેના પર કડક પગલાં લેવાવા જોઈએ.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here