મહારાષ્ટ્રમાં લોકડાઉન ફરીથી લાદવાની વિચારણા અનેરક શહેરોમાં જનતા કર્ફ્યું

54

મહારાષ્ટ્ર સહિત 5 રાજ્યોમાં કોરોનાનું નવેસરથી મોજું

પૂણેમાં 6 ના મોત સતત વધતા કેસોથી અનેક નિયંત્રણો જાહેર: સંક્રમણ અટકાવવા કોરોના ગાઈડલાઈન્સનું કડક પાલન કરવું : કેન્દ્રનો આદેશ

મહારાષ્ટ્ર સહિતના 4 રાજ્યમાં કોરોના મહામારીનું નવું મોજું ફરી વળ્યું છે. પરિણામે કેન્દ્ર સરકાર ચિંતાતુરર થઇ ઉઠી છે. સૌથી વધુ ગંભીર પરિસ્થતિ ધરાવતા મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, છતીસગઢ અને મધ્ય પ્રદેશમાં એકાએક નવા કેસોમાં જબરો ઉછાડો આવ્યો છે. પરિણામે આ રાજ્યોમાં નાઈટ કર્ફ્યું અને જનતા કર્ફ્યું જેવા પગલા લેવામાં આવી રહ્યા છે. પુણેમાં 6 મોત થયાનું નોંધાયું છે. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સહિતના આ પાંચ રાજ્યોને કોરોના ગાઈડલાઈન્સનો કડકમાં કડક અમલ કરવા આદેશ આપ્યો છે. પંજાબમાં અચાનક જ ઉછાડો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 383 નવા કેસો નોંધાયા છે. આવી પરીસ્થિત કેરળની છે. ત્યાં પણ અચાનક જ કોરોનાએ ઉછાળો માર્યો છે. મહારાષ્ટ્રમાં દૈનિક 7 હજારથી વધુ કેસો નોંધાયા છે. પરિણામે અમરાવતી, યવતમાલ, પુણે, નાગપુર જેવા શહેરોમાં નવેસરથી કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

રાજ્યસરકાર ફરીથી લોકડાઉન લાદવાનું વિચારી રહી છે. ગઈ કાલે ફરી મુખ્યમંત્રી ઉધવ ઠાકરે ચેતવણી આપી હતી કે, જો સંક્રમણ ફેલાતું અટકશે નહી તો લોકડાઉન લદવાની ફરજ પડશે. નાગપુરમાં સિતાબલડી માર્કેટમાં વધુમાં વધુ કેસો જોવા મળી રહ્યા છ કેન્દ્રના આરોગ્ય ખાતાએ આપેલા આંકડા મુજબ દેશમાં 22 દિવસમાં પહેલીવાર કોરોનાના કેસો એક દિવસમાં 14 હજાર જેવા નોંધાયા હતા. ત્યારે 101 દર્દીઓના મૃત્યુ થયાનું નોંધાયું હતું. જો કે એક આશાનું કિરણએ રહ્યું છે કે તૈલંગાણા, હરિયાણા, જમ્મુકાશ્મીર, આસામ જેવા 18 રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં એક પણ કેસ નોંધાયો નથી. મહારાષ્ટ્ર સરકારના આંકડા મુજબ કોરોનાથી 35 મોત થયાનું નોંધાયું છે. આ પૈકી પુણેમાં સૌથી વધુ 6 મોત થયાનું નોંધાયું હતું. પુણે શહેરમાં એક દિવસમાં નવા 1100 નવા કેસનો વિક્રમ નોંધાયો છે એટલે જ મુખ્યમંત્રી ઠાકરેએ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, ધાર્મિક અને સામાજિક મેળાવડાઓ પર પ્રતિબંધ જાહેર કરી દીધો છે.

Previous articleલોકોને રાહત આપવા 4 રાજ્યોની પહેલ, વેરામાં ઘટાડો
Next articleરાજકોટ મનપાની ચૂંટણીઓમાં ઓછા મતદાનથી મચી હલચલ