મુંબઇમાં વેક્સિનના બે ડોઝ લેનાર મહિલાનો પણ ભોગ લીધો, નવા 65 કેસ: મહારાષ્ટ્રમાં આવનારા લોકો માટે કડક નિયમો જાહેર કરાયા, બે વેક્સિન ફરજીયાત
મહારાષ્ટ્ર અને તેનું પાટનગર મહાનગર મુંબઇ હજુ કોરોના મહામારીની નાગચુડમાંથી પુરેપુરા બહાર આવ્યા નથી ત્યાં તો કોરોનાના વાઇરસના બદલાયેલા ધાતક રૂપ ડેલ્ટા+ હાહાકાર મચાવી દીધો છે. અત્યાર સુધીમાં પાંચ વ્યકિતઓનો ડેલ્ટાએ શીકાર કરી લીધો છે.
છેલ્લા 72 કલાકની અંદર જ મહારાષ્ટ્રમાં ડેલ્ટા+નાં 65 નવા કેસો નોંધાયા છે. જેમાંના મોટા ભાગના રત્નાગીરી, રાયગઢ અને બીડ જિલ્લાઓના છે. ત્રણ મોત આ જિલ્લાઓમાં જ નોંધાયા છે.
Visit Saurashtra Kranti Homepage here
આરોગ્ય નિષ્ણાંતો અને વૈજ્ઞાનિકોને સૌથી વધુ ચિંતા કરાવતો કિસ્સો મુંબઇમાં બન્યો છે. જયાં બે દિવસ પહેલા વેક્સિનના બન્ને ડોઝ લઇ ચુકેલી એક મહિલાનું ડેલ્ટા+ વાઇરસથી મૃત્યુ થયું હતું. થાણેમાં પણ કોરોનાના ઘાતક રૂપ ડેલ્ટા+નો કેસ જોવા મળ્યો છે. મરનાર તમામ વ્યકિતઓની ઉંમર 65 વર્ષથી વધુ હતી તેમ રાજય સરકારના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.
મૃતકોમાં બે મહિલા અને ત્રણ પુરૂષોનો સમાવેશ થાય છે. ડેલ્ટા મૃતકો પૈકીના બે વેક્સિનના ડોઝ લઇ ચુકયા હતા જયારે અન્ય બે મૃતકોએ એક એક ડોઝ લીધો હતો. માત્ર બે દિવસની અંદર જ રાજયમાં ડેલ્ટાના કેસ 21માંથી વધીને 66ની સપાટી પર પહોંચી ગયા છે.
રાજયના સર્વેલન્સ અધિકારી ડો.પ્રદિપ અવટે એ જણાવ્યું હતું કે, ભયભીત થવાનું હજુ કોઇ કારણ નથી. રસી તેના પર કામ કરી શકે તેમ છે. લોકોએ માસ્ક અને સામાજીક અંતરના નિયમોનું શખ્તાઇથી પાલન કરતા રહેવું પડશે.
Read About Weather here
ઇન્ડિય ઇન્સીટયુટ ઓફ સાયન્સ એજયુકેશન એન્ડ રીસર્ચના જાણીતા આરોગ્ય નિષ્ણાંત ડો.વિનીતા બાલે જણાવ્યું હતું કે, હજુ વધુ સેમ્પલોની કાસણી થયા બાદ સાચુ ચિત્ર બહાર આવશે. દેશમાં કોરોનાના વધુ 38,667 નવા કેસ નોંધાયા છે અને 478 દર્દીઓના મૃત્યુ થયા છે. આ રીતે જોતા છેલ્લા 24 કલાકમાં નવા કેસ અને મૃત્યુઆંકમાં ઘટાડો નોંધાયો છે. દેશનો કુલ મૃત્યુ આંક 4,30,732 થઇ ગયો છે. જયારે કુલ કેસ 32,156,493ની સપાટી પર પહોંચી ગયા છે.
- હવે આવે છે નાટ વાટે અપાતી વેક્સિન, સરકારની મંજુરી
ભારત બાયોટેક કંપની દ્વારા નાટ વાંટે આપવાની કોરોના રસી તૈયાર કરી લેવામાં આવી છે. બીબીવી નોઇસ નામની આ અનોખી વેક્સિનને સરકારે મંજુરી આપી દીધી છે. કંપીન દ્વારા 18 થી 20 વર્ષની વયના લોકો પર પ્રથમ તબક્કાનું પરીક્ષણ કરી લેવામાં આવ્યું કેન્દ્ર સરકાર દ્વારા મંજુરી મળી ગઇ હોવાથી હવે નાટ વાંટે અપાતી વેક્સિનનો ઉપયોગ શરૂ કરવામાં આવશે. પહેલી વખત જ આ પ્રકારની રસી તૈયાર થઇ છે અને પરીક્ષણો બાદ સરકારી મંજુરી આપી દીધી છે
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here