દેશમાં ઓમિક્રોનનાં કેસોની કુલ સંખ્યા વધીને 64, મુંબઈમાં એક દિવસમાં 7 નવા કેસ નોંધાયા, 6 મુખ્ય મહાનગરોનાં એરપોર્ટ પર નવી ગાઈડલાઈન્સ
મહારાષ્ટ્રમાં આજે ઓમિક્રોનનાં એક દિવસમાં સાત નવા કેસ નોંધાયા છે અને તેલંગણામાં ઓમિક્રોનનાં 3 નવા કેસો નોંધાયા છે. આ રીતે દેશમાં ઓમિક્રોનનાં કુલ કેસોની સંખ્યા વધીને 64 થઇ ગઈ છે. આથી દેશના 6 મહાનગરોનાં એરપોર્ટ પર વિદેશથી આવતા મુસફરો માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે.
Read Local News / Articles : Saurashtra , Gujarat
આજે મુંબઈમાં ઓમિક્રોનનાં 7 નવા કેસ બહાર આવ્યા હતા. વસઈ અને વિરાણમાં એક-એક કેસ જોવા મળ્યો છે. સાતેય સંક્રમિત દર્દીઓનો કોઈ ટ્રાવેલ ઈતિહાસ જોવા મળ્યો નથી.
ઓમિક્રોનનાં કેસોની સાથે દેશભરમાં કોરોનાનાં કેસો પણ ઉછાળો મારી રહ્યા છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે પણ નવા કેસો નોંધાયા છે. સૌથી વધુ જામનગરમાં કોરોનાનાં 7 અને રાજકોટમાં 5 નવા કેસો નોંધાયા હતા.
Read About Weather here
દિલ્હી, મુંબઈ, ચૈન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ, કોલકતા એરપોર્ટ પર વિદેશથી આવનારા તમામ મુસાફરોનું આરટી-પીસીઆર ટેસ્ટીંગ ફરજીયાત બનાવવામાં આવ્યું છે. તમામ રાજ્યોને ઓમિક્રોન સામે સાવધ રહેવા કેન્દ્ર દ્વારા નવી ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here