ડાબા હાથે કામ કરનારાની વસ્તી વિશ્વમાં માત્ર 10 ટકા: મોટ ભાગની પ્રખ્યાત વ્યકિતઓ ડાબા હાથે કામ કરવાની યાદી
વિશ્ર્વમાં દર વર્ષે 13મી ઓગષ્ટે આંતરરાષ્ટ્રીય ડાબોડી વ્યકિત દિવસની ઉજવણી કરવામાં આવે છે. વ્યકિત મોટા ભાગે લખવાથી માંડીને જમવા સુધીના કામ જમણા હાથે કરતી હોય છે પણ વિશ્વમાં એવા લોકો પણ છે જે ડાબા હાથે બધા કામ કરતા હોય છે જેને આપણે લેફટ હેન્ડર અને ગુજરાતીમાં ડાબોડી કહીએ છીએ.
Visit Saurashtra Kranti Homepage here
વિશ્વમાં આવા લોકોની વસ્તીનું પ્રમાણ માત્ર 10 ટકા ભલે હોય પણ રસપ્રદ હકિકત એવી બહાર આવી છે કે, વિશ્વમાં ઉચ્ચ હોદ્ાઓ પર બિરાજનાર ખ્યાતી પ્રાપ્ત મહાનુભાવો પૈકીના મોટા ભાગના ડાબોડી જણાયા છે. એટલે કે આ મહાનુભાવો ડાબા હાથે જ લખે અને ડાબા હાથે જ જમતા હોય છે તેઓ જમણેલી નથી પણ ડાબોડી છે. આવો આવા કેટલાક મહાનુભાવો વિશે જાણીએ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી: આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી મોટી લોકશાહીનું સંચાલન કરી રહયા છે. તેઓ ડાબોડી કલબના સૌથી ટોચના અને મહત્વના સભ્ય છે. તેઓ ડાબા હાથે જ લખે છે.
બરાક ઓબામા: બે વખત અમેરીકાના પ્રમુખ રહી ચુકેલા ઓબામાં પણ ડાબા હાથે જ કામ કરે છે. અહીં રસપ્રદ વાત એ છે કે, અમેરીકામાં અત્યાર સુધીમાં આવી ગયેલા પ્રમુખો પૈકીના મોટાભાગના ડાબોડી હતા. જેમાં હેરી ટ્રુમેન, ઝીરાલ્ડ ફોર્ડ, રોનાલ્ડ રીગલ, જર્યોજ બુસ અને બિલ ક્રીન્ટનનો સમાવેશ થાય છે.
સચિન તેન્ડુલકર : ભારતના સર્વકાલીન મહાન બેસ્ટમેન પણ ડાબોડી છે. તેઓ ધણી વાર ટ્વીટ પર મજાક કરે છે કે, હું ભલે લેફટ હેન્ડર છું પણ હું સાચો છું. એટલે કે એમનો કહેવાનો મતલબ એ છે કે, હું લેફટી છું પણ સાથે સાથે રાઇટ પણ છું.
Read About Weather here
અમિતાબ બચ્ચન: હિન્દી સીને જગતના સુપર સ્ટાર અને બીગબી તરીકે ઓળખાતા અમિતાબ બચ્ચન ડાબા હાથે જ તમામ કામ કરે છે. એમની ફિલ્મોમાં તેઓ ફાઇટ પણ ડાબા હાથે કરતા હોય એવું સ્પષ્ટ દેખાયું છે.
બિલ ગેસ્ટ (માઇક્રોસોફટના સ્થાપક), ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ, વિશ્વમાં ખ્યાત નામ યુવા પોપ સ્ટાર જસ્ટીન બીબર, એપલની સ્થાપના કરનાર અને યુવા વયે મૃત્યુ પામેલા સ્ટીવ જોબ્સ, ટીવીનો સૌથી લોકપ્રિય શો સંચાલિત કરનાર મીડિયા મહારાની ઓપરાહ વિનફ્રી, પ્રસિધ્ધ મહિલા પોપ સ્ટાલ લેડી ગાગા પણ ડાબોડી છે.(2.11)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here