મનાલીમાં તુટ્યો 25 વર્ષનો રેકોર્ડ !

મનાલી
મનાલી

હવામાનમાં બદલાવ, મનાલીમાં એપ્રિલ મહિનામાં બરફ પડ્યો

કોરોના સંક્રમણ વચ્ચે દેશમાં હવામાન પણ કરવટ બદલી રહૃાુ છે. દેશના પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં ગુરુવારે રાતે પડેલા ભારે વરસાદ અને બરફના કારણે વ્યાપક નુકસાન થયુ છે.

મનાલીમાં છેલ્લા ૨૫ વર્ષનો રેકોર્ડ તુટયો છે અને એપ્રિલ મહિનામાં બરફ પડ્યો છે. આવુ છેલ્લે ૧૯૯૬માં થયુ હતુ.કુલ્લુ ખીણમાં પણ બરફવર્ષાના કારણે જન જીવન પર તેની વ્યાપક અસર પડી છે. રોહતાંગને જોડતી અટલ ટનલ રોહતાંગ હાઈવે પર પડેલા ભારે બરફના કારણે હાલમાં બંધ કરાઈ છે.

Subscribe Saurashtra Kranti here

રોહતાંગમાં ૧૪૦, બારાલાચામાં ૧૬૦, કુંજુમ દર્રામાં ૧૦૦ સેન્ટીમેટર બરફ પડ્યો છે અને તેના કારણે આ વિસ્તારમા હાઈવે મેન્ટેઈન કરવાનુ કામ કરનાર સેનાના બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશનની ચિંતા વધી ગઈ છે. લાહોલ અને કુલ્લુ વેલીમાં ૧૦૦ થી વધારે રસ્તા પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. બીજી તરફ સફરજનની ખેતીને બદલાયેલા હવામાનના કારણે ભારે નુકસાન થાય તેવી વકી છે. ઉંચાઈ વાળા વિસ્તારોમાં તો સફરજનની ખેતીને ૫૦ થી ૮૦ ટકા નુકસાન થશે.

Read About Weather here

રાજધાની સિમલામાં એક જુની બહુમાળી ઈમારત ધરાશયી થઈ છે. જોકે અહીં રહેનારા લોકોને પહેલા જ સલામત સ્થળે ખસેડી લેવાયા હોવાથી જાન માલનુ નુકસાન થયુ નથી.

Read National News here

Subscribe Saurashtra Kranti here

Read E-Paper here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleમુકેશ અંબાણીએ 600 કરોડમાં ખરીદ્યો ગોલ્ફ રિસોર્ટ…
Next articleકોરોના દર્દીઓને તણાવમુક્ત કરવા હોસ્પિટલ સ્ટાફ ગરબે ઘૂમ્યો