ગ્વાલીયર-ચમબલના 1171 ગામો પાણીમાં ડુબયા અનેક ડેમ ઓવરફલો: રાજસ્થાનમાં તમામ જળાશયો છલકાયા, નદીઓ ગાંડીતુર, ત્રણનાં મોત: વરસાદે રૌદ્ર રૂપ બતાવતા ગંભીર બનતી પરિસ્થિતિ, લાખો લોકોને અસર
દેશના રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજયો અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમ્યાન ધોધમાર તોફાની વરસાદને પગલે નદીઓ ગાંડી તુર બની છે, જળાશયો છલકાઇ ગયા છે અને પુરતાંડવની પરિસ્થિતિ સર્જાઇ છે. રાજસ્થાનમાં તોફાની વરસાદથી ત્રણનાં મોત થયા છે અને ચારને ગંભીર ઇજા થઇ છે.
Subscribe Saurashtra Kranti here
પુરને કારણે લાખો લોકોને અસર થવા પામી છે. મધ્યપ્રદેશમાં તમામ નદીઓ ભયજનક સપાટીની ઉપર વહી રહી છે. ત્યારે રાજસ્થાનના તમામ ડેમો છલકાય ગયા છે. મધ્યપ્રદેશના ગ્વાલીય અને ચમબલ વિસ્તારમાં 1171 ગામો જળબંબાકાર થઇ ગયા છે અને રાજયનાં બીજા ભાગથી છુટા પડી ગયા છે.
રાજસ્થાનના ઝાલાવાડ, બરન વગેરે જિલ્લાઓમાં મેઘરાજાએ રૌદ્ર રૂપ બતાવતા વિનાસ લીલા છવાઇ ગઇ છે. વર્ષા તાંડવને પગલે સર્જાયેલી દુર્ઘટનાઓથી કરોલીમાં 2 અને જયપુરમાં એક વ્યકિતનું મૃત્યુ થયું હતું. કરોલી ગામમાં ભારે વરસાદથી એક મકાન તુટી પડતા એક પિતા પુત્રીનું કરૂણ મૃત્યુ થયું હતું.
જયપુરમાં એક વડનું ઝાળ તુટી પડતા સાયકલ સવાર એક યુવાનનું મૃત્યુ થયું હતું. એનડીઆરએફ અને એસડીઆરએફની ટુકડીઓ ધસી ગઇ છે અને યુધ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. જયપુર, કોટા, બરન વગેરે તમામ જિલ્લાઓના ડેમો છલકાઇ ગયા છે. કોટામાં લોકમાતાઓ ગાંડીતુર બનતા પુરની પરિસ્થિતિ ગંભીર બની છે.
દેશના શિક્ષણધામ સમાન કોટા શહેરમાં મોટાભાગના વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. હજુ વધુ વરસાદ થવાની આગાહી થતા કોટા જેવા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એ જ રીતે મધ્યપ્રદેશમાં લોકમાતાઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી હોવાથી જળતાંડવ સર્જાયુ છે. સીપુરી, ગ્વાલીયર, ભીંડ અને દતીયા જેવા શહેરો તથા ગામોમાં પુરના પાણી પ્રચંડ વેગે ફરી વળતા રેલવેના ટ્રેક ધોવાઇ ગયા છે.
Read About Weather here
સંખ્યાબંધ ટ્રેનો રદ કરવામાં આવી છે. શિવપુરી જિલ્લાના સૌથી મોટા અટલ સાગર ડેમના 10 દરવાજા ખોલવા પડયા છે. સૌથી વધુ શિવપુરી અને ગ્વાલીય સહિતના જિલ્લાઓમાં માત્ર 24 કલાકમાં સતત ભારે વરસાદને કારણે જળબંબાકાર સર્જાતા બચાવ માટે સેનાની મદદ લેવામાં આવી રહી છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તાકિદની બેઠક બોલાવી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી હવાઇ દળની પણ મદદ લેવામાં આવી રહી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here