ભોપાલની વિક્રમ યુનિવર્સિટીનો અનોખો નિર્ણય ગ્રીન બલેટ વધારાશે, વોકીંગ કરનારા દરેક વ્યકિતએ એક વૃક્ષનું વાવેતર કરવાનું ફરજીયાત, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દરેકે પાંચ છોડનું વાવેતર કરવું જરૂરી
મધ્યપ્રદેશમાં વધુ વૃક્ષ વાવોની દિશામાં એક યુનિવર્સિટીએ ખુબ જ અનુકરણીય અને પ્રેરણા રૂપ નિર્ણય લીધો છે. યુનિવર્સિટના હરીયાળા કેર્મ્પસમાં સવાર, સાંજ વોકીંગ કરવા આવતા લોકો અને વિદ્યાર્થીઓ પર યુનિવર્સિટીએ ઓક્સિજન ટેક્ષ લાગુ કરવાનું નક્કી કર્યુ છે.
Subscribe Saurashtra Kranti here
એટલે અહીં મોર્નીંગ વોક અને ઇવનીંગ વોક માટે આવનારી દરેક વ્યકિતએ એક વૃક્ષનું વાવેતર કરવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. એ જ રીતે અહીં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થી માટે 5-5 છોડનું વાવેતર કરવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે.
ભોપાલની વિક્રમ યુનિવર્સિટીના ઉપકુલપતિ અખીલેશ કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના 300 એકર વિશાળ કેર્મ્પસને વધુ લીલીછમ બનાવવાની યોજના છે.
અહીં વોક કરતી દરેક વ્યકિત હવામાંથી 5 થી 7 લીટર હવા શરીરમાં લેતી હોય છે. જેમાં 20 ટકા જેટલું ઓક્સિજન હોય છે એટલે દરેક વ્યકિત 550 લીટર હવા શુધ્ધ લે છે અને એટલા જ ઓક્સિજનનો વપરાશ કરે છે. જો નવા છોડનું વાવેતર કરવામાં આવે તો દરરોજ 750 લીટર ઓક્સિજન વાતાવરણમાં ફેલાય શકે છે.
કેર્મ્પસમાં દરરોજ 4 થી 5 હજાર લોકો સવાર-સાંજ વોકીંગ માટે આવે છે અને શુધ્ધ ઓક્સિજન એમના ફેંફસામાં ભરે છે. એટલે એમણે રૂણ ચુકવવું જોઇએ. એટલે દરેક વોકર માટે એક વૃક્ષનું વાવેતર ફરજીયાત બનાવવામાં આવ્યું છે. છોડ મોટો ન થાય ત્યાં સુધી તેની કાળજી પણ એ વ્યકિતએ લેવાની લેશે.
Read About Weather here
યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે 5-5 છોડવાનું વાવેતર કરવાનું ફરજીયાત રહેશે. વિદ્યાર્થીઓએ એમનો અભ્યાસ પુરો ન થાય ત્યાં સુધી એમને વાવેલા વૃક્ષની કાળજી લેવાની રહેશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here