ભારતમાં રહેતા પાકિસ્તાની, બાંગ્લાદેશી અને અફઘાનીઓને ભારતીય નાગરિકત્વ અપાશે

દેશના 13 જિલ્લા કલેક્ટરમાં રાજકોટના કલેક્ટરને અધિકૃત કરાયા

લાંબા સમયથી ભારતમાં વસવાટ કરતા પાકિસ્તાની, બાંગ્લાદેશી અને અફઘાની નાગરિકોને ભારતીય નાગરિકત્વ આપવા માટે દેશના 13 જિલ્લામાં કલેક્ટરોને અધિકૃત કરવામાં આવ્યા છે. આ 13 પૈકી રાજકોટના કલેક્ટર રેમ્યા મોહનને પણ અધિકૃત કરવામાં આવ્યા છે. રાજકોટમાં આવા નાગરિકોની 153 અરજી આવી છે. જેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Subscribe Saurashtra Kranti here

સાત વર્ષ કે તેનાથી વધુ સમયથી લોંગ ટર્મ વિઝા પર રહેતા પાકિસ્તાન, અફઘાની કે બાંગ્લાદેશના નાગરિકો ભારતીય નાગરિકત્વ માટે અરજી કરી ભારતીય નાગરીકત્વ મેળવી શકે છે. જેમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ ઓથ લેવડાવ્યા બાદ તેની અરજી પોલીસ આઇ.બી.ના અભિપ્રાય માટે મોકલવામાં આવે છે. આ અરજી આવી જાય એટલે સરકારને દરખાસ્ત મોકલાયઅને ત્યાંથી મંજૂરી આવ્યે અરજદાર રિનાઉન્સેશન સર્ટિફિકેટ રજૂ કરે પછી સરકાર તેને અહીંના સિટીઝનશિપનું સર્ટિફિકેટ આપે છે.

જોકે આ પ્રક્રિયા હવે સરળ બનાવી દેવામાં આવી છે. જેમાં સરકારને દરખાસ્ત મોકલવાના બદલે ક્લેકટર પોતે જ સર્ટિફિકેટ આપવા અધિકૃત બન્યા છે. રાજકોટ જિલ્લાની આવી 153 અરજી પૈકી 42 પોલીસના અભિપ્રાય માટે મકોલાયેલી છે. 56 અરજદાર પાસેથી ક્વેરી સોલ્વ થઈ પરત નથી આવી, 6 કલેક્ટર સમક્ષ પેન્ડિંગ છે, 24માં ઓથ લેવાના છે, તો બાકીની 25 જે સરકારને મોકલાયેલી છે તે હવે ગાંધીનગરથી પરત આવી જશે.

Read About Weather here

રાજકોટમાં આ રીતે વિદેશીઓને ભારતીય નાગરિકત્વ આપતા સર્ટિફિકેટ પહેલી જ વખત બનશે અને અપાશે. જોકે કલેક્ટર રેમ્યા મોહન આ પ્રક્રિયાના અનુભવી છે. કારણ કે તે અગાઉ કચ્છ રહી ચૂક્યા છે અને કચ્છમાં કલેક્ટરને આ સત્તા પહેલેથી જ છે. નોંધનીય છે કે, 153 અરજદાર પૈકી ઘણાં ખરા પાકિસ્તાની હિન્દુઓ છે અને મોટાભાગના તો રાજકોટ શહેરમાં જ વસી રહ્યાં છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here