ભારતમાં ઑક્સિજનનું ઉત્પાદન અત્યારે પણ માંગ કરતા વધારે, તો કેમ પડી રહી છે તંગી?

ભારતમાં ઑક્સિજનનું ઉત્પાદન
ભારતમાં ઑક્સિજનનું ઉત્પાદન

સંક્રમણ વધારે છે અને એક સાથે અનેક હૉસ્પિટલોમાં ઑક્સિજનની તંગી છે

કોરોના કાળમાં દેશમાં ઑક્સિજન માટે દર્દીઓએ વલખાં મારવા પડી રહૃાા છે. દર્દીઓના પરિવારજનો ઑક્સિજન માટે અહીં-તહીં ભટકી રહૃાા છે. સરકારે હૉસ્પિટલોમાં ઑક્સિજન સપ્લાય વધારવા માટે ઉદ્યોગોને ઑક્સિજન આપવા પર રોક લગાવી દીધી છે, જે અંતર્ગત હવે ફક્ત ૯ જરૂરી ઇન્ડસ્ટ્રીને જ ઑક્સિજન સપ્લાય મળી રહૃાો છે. રિલાયન્સ, ટાટા સ્ટીલ, સેલ, જિંદલ સ્ટીલે કોવિડ માટે ઓકસીજનનો સપ્લાય શરૂ કરી દીધો છે.

Subscribe Saurashtra Kranti here

ખાતર બનાવનારી સહકારી સમિતિ IFFCO ઓકસીજનના પ્લાન્ટ લગાવી રહી છે, જ્યાંથી હૉસ્પિટલોને મફતમાં ઓકસીજનનો સપ્લાય થશે. સાથે જ જરૂરિયાત પૂર્ણ કરવા માટે ૫૦,૦૦૦ મેટ્રિક ટન મેડિકલ ઓકસીજન આયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાથી પહેલા લિક્વિડ મેડિકલ ઓકસીજન એટલે કે LMOની માંગ સરેરાશ ૭૦૦ મેટ્રિક ટન પ્રતિદિવસ હતી. કોરોનાની પહેલી લહેરમાં આ માંગ ૨૮૦૦ મેટ્રિક ટન પ્રતિદિવસ થઈ ગઈ છે અને બીજી લહેરમાં ૫ હજાર મેટ્રિક ટન સુધી પહોંચી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે સંપૂર્ણ ક્ષમતા પર ભારતનું રોજનું ઓકસીજન ઉત્પાદન તેની સપ્લાયથી ઘણું વધારે છે. ૧૨ એપ્રિલના આંકડા પ્રમાણે દેશમાં રોજની ઉત્પાદન ક્ષમતા ૭૨૮૭ મેટ્રિક છે અને રોજનો વપરાશ ૩૮૪૨ મેટ્રિક ટન. તો સમસ્યા ક્યાં છે? દેશમાં મેડિકલ અને ઇન્ડસ્ટ્રિયલ ઓકસીજનનો વર્તમાન સ્ટોક ૫૦ હજાર મેટ્રિક ટન છે. ઇન્ડસ્ટ્રિયલ ઓકસીજનને મેડિકલ ગ્રેડમાં પરિવર્તિત કરવામાં ૯૩ ટકા સુધી શુદ્ધ કરવાનું રહે છે, પરંતુ ખરી મુશ્કેલી છે ઓકસીજનને નિર્ધારિત હૉસ્પિટલો સુધી પહોંચાડવાની.

Read About Weather here

લિક્વિડ ઓકસીજનને ટ્રાન્સપોર્ટ કરવા માટે એટલી સંખ્યામાં ક્રાયોજેનિક ટેક્ધર ઉપલબ્ધ નથી. સંક્રમણ વધારે છે અને એક સાથે અનેક હૉસ્પિટલોમાં ઓકસીજનની તંગી છે. અત્યારે દેશમાં સિલેન્ડર અને તેની સાથે ઉપયોગ માટે લાગતા સાધનોની તંગી છે. આ અભાવના કારણે અનેક હૉસ્પિટલોમાં ઓકસીજન નથી મળી શકી રહૃાું.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here