ભારતનો પાસપોર્ટ કેટલો શકિતશાળી?

ભારતનો પાસપોર્ટ કેટલો શકિતશાળી?
ભારતનો પાસપોર્ટ કેટલો શકિતશાળી?

60 દેશોમાં વિઝા વગર જઇ શકાશે, પાસપોર્ટ પાવરમાં વધારો

વિશ્ર્વના શકિતશાળી પાસપોર્ટની યાદીમાં ભારતે પોતાનું સ્થાન અને સિધ્ધી સુધાર્યા છે.

ભારતનો પાસપોર્ટ વધુ શકિતશાળી બન્યો છે અને સાત સ્થાન ઉપર કુદીને ભારતે 83મું સ્થાન પ્રાપ્ત કર્યુ છે. જેનો અર્થ એ થયો કે, 60 દેશોમાં ભારતીય નાગરિકો વિઝા વગર જઇ શકશે.

2021માં ભારતનું સ્થાન 90માં ક્રમે હતું. પણ હવે વધુ ઉંચે આવ્યું છે. ભારતીય નાગરિકો વિઝા વગર જે દેશોમાં જઇ શકશે એવા દેશોની યાદીમાં બે નવા નામ ઓમાન અને આરમીયા ઉમેરાયા છે. રેન્કીંગમાં સૌથી વધુ આગળ અને સૌથી શકિતશાળી પાસપોર્ટનો રેન્ક ધરાવનારા દેશો જાપાન અને શીંગાપોર છે.

Read Saurashtra Kranti E-Paper here

આ બે દેશોના નાગરિકો વિશ્ર્વના 192 દેશોની વિજા વગર મુલાકાત લઇ શકશે. આ યાદીમાં સાવ તરીયે અફધાનિસ્તાન છે. જર્મની અને દક્ષિણ કોરીયા સંયુકત પણે બીજા સ્થાને છે એ પછી યુરોપના ત્રણ દેશો અને સ્પેનનો ક્રમ આવે છે. અમેરિકા અને બ્રિટન જેવા દેશોના પાસપોર્ટની તાકાત પણ ઘટી છે અને 8માં ક્રમે ઘકેલાઇ ગયા છે.

Read About Weather here

જેમના પાસપોર્ટની બિલકુલ કદર કે મુલ્ય ન હોય એવા દેશોમાં ઉત્તર કોરીયા, પાકિસ્તાન, નેપાળ, સોમાલીયા અને યમન તથા ઇરાકનો નંબર આવે છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here