ભારતને સંકટ માંથી બહાર કાઢવા હવે અમેરિકા કરશે મદદ

ભારત
ભારત

ભારત અને ભારતીય આરોગ્ય કર્મચારીઓની મદદ કરવા માટે અમે વધુને વધુ સહાયતા પ્રદાન કરીશું : યુ.એસ

કોરોના વાયરસથી સર્જાયેલી મહામારી પર ભારતની મદદ ના કરવા પર ઘેરાયેલ અમેરિકાએ પહેલી વખત મોં ખોલ્યું છે. અમેરિકન વિદેશ મંત્રી એન્ટોની બ્લિકને કહૃાું કે તેમની સંપૂર્ણ સહાનુભૂતિ ભારતીય લોકોની સાથે છે. અમે ઇન્ડિયા સરકારની સાથે મળીને કામ કરી રહૃાા છીએ. બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને પણ ભારતના પ્રત્યે સંવેદના દેખાડતા ઝડપથી મદદ કરવાની ખાતરી આપી છે.
એન્ટની બ્લિકને કહૃાું કે ઇન્ડિયામાં ફેલાયેલા વિશાળ કોવિડ ચેપને ધ્યાનમાં રાખીને અમે ઇન્ડિયાની સાથે મજબૂતીથી ઉભા છીએ. અમે આ મામલે અમારા ભાગીદાર સરકાર સાથે મળીને કામ કરી રહૃાા છીએ.

Subscribe Saurashtra Kranti here

ઇન્ડિયા અને ઇન્ડિયન આરોગ્ય કર્મચારીઓની મદદ કરવા માટે અમે વધુને વધુ સહાયતા પ્રદાન કરીશું.
બીજીબાજુ યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કહૃાું કે યુએસ ઇન્ડિયામાં કોરોનાના પ્રકોપને ફાટી નીકળતા ખૂબ જ ચિંતિત છે. અમે અમારા મિત્ર અને સાથીદાર ઇન્ડિયાને વધુ પુરવઠો અને સહાય આપવા માટે ચોવીસ કલાક કામ કરી રહૃાા છીએ. આનાથી તેઓ ભીષણ મહામારી સામેબહાદૃુરીથી લડાઇ કરી શકશે. બીજું ઘણુબધું ખૂબ જ જલ્દીથી થશે.

અમેરિકાના બે ઉચ્ચ અધિકારીઓના સતત બે નિવેદનો પછી બાઇડન વહીવટીતંત્ર કોવિડ રસી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા કાચા માલની નિકાસ પરનો પ્રતિબંધ હટાવશે તેવી સંભાવના છે. ઇન્ડિયન વિદેશમંત્રી એસ. જયશંકરે પણ રસીના કાચા માલ વિશે યુએસના વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકન સાથે અનેક વાટાઘાટો કરી છે. ઇન્ડિયન વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ અમેરિકાના નાયબ સચિવ વેન્ડી શેરમનને પણ આ પ્રતિબંધોને દૃૂર કરવા વિનંતી કરી છે.

Read About Weather here

રશિયાએ ઇન્ડિયામાં રેમડેસિવીર અને ઓક્સિજન સપ્લાય કરવાની ઓફર કરી છે. લદ્દાખને લઈને ચાલી રહેલા તણાવની વચ્ચે પણ ચીને ઇન્ડિયાને કોરોનાને નાથવા માટે મદદની ઓફર કરી છે. જોકે, ભારત દ્વારા કોઈ પણ દેશને સહાય માટે કોઈ ઔપચારિક સહમતિ આપવામાં આવી નથી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કોરોના સામે લડતા ભારતીયોને એકતાનો સંદેશ આપ્યો છે અને મદદ કરવાની ઓફર કરી છે. ઘણા અમેરિકન ધારાસભ્યોએ પણ ઇન્ડિયા વિશે શોક વ્યક્ત કર્યો છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here