ભારતની મદદએ હોલીવૂડ સ્ટાર્સે લંબાવ્યો હાથ !

ભારતની મદદએ હોલીવૂડ સ્ટાર્સે
ભારતની મદદએ હોલીવૂડ સ્ટાર્સે

હોલીવૂડનાં ઘણા પ્રખ્યાત કલાકારોએ ભારત પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરતા આ ભયંકર પરિસ્થિતિમાં એકતાનો સંદેશ આપ્યો છે

દેશમાં આજે કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવી દીધો છે. લોકો આ બીજી લહેરથી ખૂબ પરેશાન થઇ ગયા છે. આ કપરા સમયે વિશ્ર્વનાં વિવિધ દેશો ભારતને મદદ કરી રહૃાા છે.

વળી મોટા હોલીવૂડ સ્ટાર્સે પણ હવે ભારતને મદદ કરવા માટે હાથ લંબાવ્યો છે. હોલીવૂડનાં ઘણા પ્રખ્યાત કલાકારોએ ભારત પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરતા આ ભયંકર પરિસ્થિતિમાં એકતાનો સંદેશ આપ્યો છે. હોલીવૂડની હસ્તીઓ હૃાુજ જેકમેન, રોબર્ટ પેટિન્સન, લિલિ કોલિન્સ, ઇવાન મેગ્રેગોર અને સીન મેન્દાસ, રિચાર્ડ મેડન, મિન્ડી કાિંલગ જેવી ઘણી આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ પણ ભારતની મદદ માટે હાથ લંબાવ્યો છે.

ઇમલી ઇન પેરિસ ફિલ્મની પ્રખ્યાત અભિનેતા લિલી કોલિન્સ, જો ગો કેમ્પેનની એમ્બેસેડર છે, તેમણે પણ ભારતને મદદ કરવા અપીલ કરી છે. લિલિ કોલિન્સ કહૃાું કે, ‘ભારત હાલમાં જીવલેણ વાયરસની બીજી લહેરથી ખૂબ જ અસરગ્રસ્ત છે અને તેમની આરોગ્ય સિસ્ટમ પ્રણાલીમાં અત્યાર સુધી દરેક દર્દીને મદદ કરવાની ક્ષમતા નથી. આ સમયે, ભારતને રક્ષણાત્મક ઉપકરણો, ઓક્સિજન અને દવાઓની જરૂર છે.

Subscribe Saurashtra Kranti here

ભારત વિશે મારા મનમાં ઘણી સુંદર યાદો છે અને મારા હ્રદયમાં હંમેશા ભારત માટે એક વિશેષ સ્થાન રહેશે. વળી મૈકગ્રેગોરે કહૃાું કે તમે જે સહાય આપી શકો છો, તેનાથી ઘણા લોકોનું જીવન બચાવી શકાય છે. તેમણે કહૃાું કે, ‘કોરોના વાયરસને કારણે ભારતની સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને અમે ભારતને મદદ કરવા માંગીએ છીએ. તેથી જો તમે પણ ભારતને મદદ કરવા માંગતા હોવ, તો ગો કેમ્પેનને તમારી જરૂર છે. અમે ભારત માટે ઓક્સિજન, પીપીઈ કિટ્સ, ઇમરજન્સી ફૂડ, દવાઓ, પલ્સ મીટર ખરીદવા માંગીએ છીએ, તેથી અમને તમારી સહાયની જરૂર છે.

ફિલ્મ એક્સમેન સિરીઝનાં દિગ્ગજ અભિનેતા હૃાુઝ જેકમેને તેના ચાહકોને આ ભયંકર પરિસ્થિતિમાં ભારતને મદદ કરવા અપીલ કરી છે. પ્રખ્યાત અભિનેતાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કહૃાું છે કે, ભારત હાલમાં જીવલેણ કોરોના વાયરસ સામે લડી રહૃાું છે અને આવા સમયે ભારતને મદદની જરૂર છે. તેણે ભારતીય ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપડાને પણ ટેગ કરી છે. આ સાથે તેમણે એક પોસ્ટર પણ શેર કર્યું છે, જેમાં લખ્યું છે કે ‘ભારતને અમારી મદદની જરૂર છે. આપણે એક સાથે વાયરસ ફેલાવવાથી રોકી શકીએ છીએ. ભારતને મદદ કરવા આપણે શક્ય તેટલું દાન કરવું જોઈએ, જેથી વિશ્વનો સૌથી મોટો રોગચાળોને રોકી શકાય.

Read About Weather here

હોલીવૂડનાં પ્રખ્યાત સ્ટાર રોબર્ટ પેટિન્સને પણ ભારતને કોવિડ-૧૯ સંકટથી નિકળવામાં મદદ કરવા અપીલ કરી છે. તેમણે કહૃાું કે, આપણે આ જીવલેણ વાયરસ સામે ભારતની મદદ કરવા માટે એક સાથે આવવાની જરૂર છે, જેથી આ જીવલેણ વાયરસને પરાજિત કરી શકાય. રોબર્ટ પેટિન્સન ઉપરાંત, કોલિન્સ અને ઇવાન મેગ્રેગોર પણ ભારત માટે ફંડ એકત્રિત કરી રહૃાા છે. આ ત્રણેય કલાકારો ભારતને મદદ કરવા માટે ગો કેમ્પેન દ્વારા ભંડોળ એકત્ર કરી રહૃાા છે. રોબર્ટ પેટિન્સને કહૃાું કે ‘ગો કેમ્પેન વિશે વિચારવું સારું રોકાણ થઈ શકે છે. તેઓ તમારા ડોલર લે છે અને બાળકોમાં રોકાણ કરે છે. આ અભિયાન બાળકોને મદદ કરવા માટે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here