ભારતની એક વધુ સિધ્ધી: અણુમીશાઇલ ટ્રેકીંગ સીપ ‘ધ્રુવ’ સંપુર્ણ તૈયાર

ભારતની એક વધુ સિધ્ધી: અણુમીશાઇલ ટ્રેકીંગ સીપ ‘ધ્રુવ’ સંપુર્ણ તૈયાર
ભારતની એક વધુ સિધ્ધી: અણુમીશાઇલ ટ્રેકીંગ સીપ ‘ધ્રુવ’ સંપુર્ણ તૈયાર

10મી સપ્ટેમ્બરે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દોભાલ નૌકાદળને અપર્ણ કરશે: સંપુર્ણ પણે ઘર આંગણે તૈયાર કરાયું છે 10 હજાર ટન વજનનું અનોખુ નૌકાજહાજ

ભારતની એન્ટી બેલીસ્ટીક મીશાઇલ ક્ષમતામાં અનેક ગણો વધારો થયો છે અને ભારતે નૌકા ક્ષેત્રે વધુ એક મહાન સિધ્ધિ હાશલ કરી છે. સંપુર્ણ પણે સ્વદેશી ધોરણે તૈયાર કરવામાં આવેલા 10 હજાર ટન વજનના અણુ મીશાઇલ ટ્રેકીંગ જહાજ ‘ધુ્રવ’ની સેવાઓ નૌકા દળને મળતી થઇ જશે.

Visit Saurashtra Kranti Homepage here

તા.10 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ દેશના પ્રથમ સેટેલાઇટ અને બેલીસ્ટીક મીશાઇલ ટ્રેકીંગ જહાજનું વિધિવત ઉદ્ધાટન કરશે અને નૌકાદળને સુપ્રદ કરશે. ડીઆરડીઓ અને એનટીઆરઓના સહયોગથી હિન્દુસ્તાન શીપ યાર્ડ ખાતે આ વિશિષ્ઠ જહાજ આઇએનએસ ધ્રુવનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ જહાજમાં ગોઠવાયેલી આધુનિક સિસ્ટમને કારણે ખુબ દુરના અંતરેથી અણુ મીશાઇલ આ જહાજ ટ્રેક કરી શકે છે અને શોધી શકે છે. મહાસાગરના તળીયાના નકશા ખેંચવાની અને દુશ્મનની શબમરીનો શોધી કાઢવાની ક્ષમતા પણ ધરાવતા ધ્રુવને કારણે ભારતીય નૌકા દળની શકિતમાં અનેક ગણો વધારો થશે.

જહાજના લોચીંગના કાર્યક્રમમાં ભારતીય નૌકાદળના વડા એડમીરલ પરમવિરસિંહ અને એનટીઆરઓના ચેરમેન અનીલ દશમાના પણ હાજર રહેશે. ભારતીય નૌકાદળના સ્ટ્રેકેઝીક કોરસીઝ કમાન્ડ દ્વારા જહાજનું સંચાલન કરવામાં આવશે. આવી ક્ષમતા ધરાવતા જહાજ અત્યારે માત્ર ફ્રાન્સ, અમેરીકા, યુકે, રશીયા અને ચીન જેવા દેશો જ ધરાવે છે.

Read About Weather here

ભારતીય શહેરો અને લશ્કરી મથકો પર દુશ્મન દ્વારા થતા અણુ મીશાઇલ હુમલાની આ જહાજ મારફત આગોતરી ચેતવણી મળી જશે. એ જ રીતે દરીયામાં ફરતી દુશ્મનની ફરતી સબમરીનને પણ આ આધુનિક જહાજ ગોતી કાઢશે. દરીયાના તળીયે સુધીના વિસ્તારના નકશા તૈયાર કરીને દરીયાઇ યુધ્ધની નવી ક્ષમતા કેળવવાની દિશામાં ચીન અત્યારે સૌથી આગળ છે અને ભારતે પણ એક ક્ષમતા હાશલ કરી લીધી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here