ભાઇની હત્યામાં સાઉથની એક્ટ્રેસની થઇ ધરપકડ

ભાઇની હત્યા
ભાઇની હત્યા

૯ એપ્રિલે ભાઇની હત્યા તેના ઘરમાં જ હત્યા કરવામાં આવી હતી

સાઉથની મનોરંજન ઇન્ડસ્ટ્રીમાંથી એક મોટી ખબર સામે આવી છે. આ ખબરે બધાનં ચોંકાવી દીધા છે. કન્નડ અભિનેત્રી શનાયા કાટવેની પોતાના ભાઇની હત્યામાં (brothers murder) હુબલી (Hubli) પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આ અંગે પોતાનું નિવેદન જાહેર કરતા જણાવ્યું છે કે, શનાયા કાટવે પોતાના ભાઇ રાકેશ કાટવેની (Rakesh Katwe) હત્યા કરીને તેના લાશનાં ટુકડા કરી દીધા હતા. આ ટુકડાઓને તેને અલગ અળગ જગ્યાએ ફેંકી દીધા હતા. આ હત્યામાં ૪ અન્ય લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે.

Subscribe Saurashtra Kranti here

પોલીસ પાસેથી મળતી જાણકારી પ્રમાણે, રાકેશનું કપાયેલું માંથું દેવરાગુડીહલનાં જંગલમાંથી મળ્યું હતું, જ્યારે શરીરનાં અન્ય ટુકડાઓ હુબલી અને ગદગ રોડ પરથી મળ્યા હતા. આ ખબર સામે આવ્યા પછી એક્ટ્રેસનાં ફેન્સ સોશિયલ મીડિયા પર તેમને અનેક સવાલો કરી રહૃાાં છે. આ ભાઇની હત્યામાં અન્ય ચાર લોકો પણ સામેલ હતા. જેમના નામ તૌસીફ ચન્નાપુર, અમન ગિરાનીવાલે, નિયાઝ અહમદ કટિગાર અને અલ્તાફ મુલ્લા.

આપને જણાવી દઈએ કે, ૯ એપ્રિલે રાકેશની તેના ઘરમાં જ હત્યા કરવામાં આવી હતી. તે દરમિયાન, શનાયા તેની આગામી ફિલ્મના પ્રમોશન માટે હુબલી ગઈ હતી. જે બાદ આરોપીઓએ ખુલાસો કર્યો કે, તેઓએ પહેલા રાકેશની ગળું દબાવ્યું હતું. ત્યારબાદ નિયાઝ આહમ અને બાકીના લોકોએ મળીને હત્યાના બીજા દિવસે લાશને ટુકડાઓમાં કાપી હતી. ત્યારબાદ શહેરના અનેક વિસ્તારોમાં જઈને ફેંકી દીધા હતા.
આ સમાચાર પ્રકાશમાં આવ્યા પછી, અભિનેત્રી શનાયાને પોલીસે લીધી હતી અને કસ્ટડીમાં મોકલી આપી હતી.

Read About Weather here

શનાયાની ફિલ્મો વિશે વાત કરીએ તો, તેણે પોતાની ફિલ્મ ’ઈદમ પ્રેમમ જીવન’થી ડેબ્યૂ કર્યું હતું. જેનાં ડાયરેક્ટર રાઘવંક પ્રભુ હતા. અભિનેત્રીએ આ હત્યા કેમ કરી તે અંગે હજી કોઇ ખુલાસો સામે આવ્યો નથી. પરંતુ પોલીસનું કહેવું છે કે, તેઓ જલ્દીથી આ સમગ્ર ઘટના અંગે પ્રેસ કોન્ફરન્સ કરશે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here