પેટ્રોલ-ડીઝલની કિંમતોને લઇને વિરોધ કરી રહૃાા હતા
Subscribe Saurashtra Kranti here
જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજ્યસભામાં એકવાર ફરીથી કૉંગ્રેસને ફટકાર લગાવી છે. સિંધિયાના સંબોધન દરમિયાન કૉંગ્રેસ સાંસદ પેટ્રોલ-ડીઝલની કિંમતોને લઇને વિરોધ કરી રહૃાા હતા. આના પર તેમણે વધતી મોંઘવારીનું ગણિત સારી રીતે સમજાવી દીધું. સાથે જ વઝે કેસ પર પણ સિંધિયાએ ગૃહમાં કૉંગ્રેસને ઘેર્યું છે અને કહૃાું છે કે મોઢું ના ખોલાવો. એક શહેરનો ભાવ ૧૦૦ કરોડ રૂપિયા છે. તેમણે કહૃાું કે, પેટ્રોલ અને ડીઝલના ભાવોનો મોદ્દો ઉઠાવવામાં આવ્યો છે. આ હકીકત છે કે ભાવો વધ્યા છે. એ પણ હકીકત છે કે જે ભાવ વધ્યા છે તેના ભાગ પડ્યા છે. લોકોની આંખોમાં ધૂળ ફેંકવાની સીમા હોય.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ પેટ્રોલની કિંમતોનું ગણિત વિપક્ષને સમજાવ્યું છે. તેમણે કહૃાું કે પેટ્રોલ-ડીઝલની કિંમતો પર ખર્ચો નીકાળ્યા બાદ ૪૦ રાજ્યો અને ૬૦ ટકા કેન્દ્રને મળે છે. ૬૦ ટકામાંથી ૪૨ ટકા રાજ્યોને જાય છે. રાજ્યને એ રકમના ૬૪ ટકા મળે છે અને ૩૬ ટકા કેન્દ્રની પાસે જાય છે. બીજેપી સાંસદે કહૃાું કે, મહારાષ્ટ્રમાં તો સૌથી વધારે ભાવ છે. અહીં તમે સરકારની વાહવાહી કરી રહૃાા છો, પરંતુ ત્યાં કોઈ પગલાં નથી ઉઠાવતા. હું એટલું કહેવા ઇચ્છુ છું કે, જિનકે ઘર શીશે કે હોતે હૈ, વહ દૃૂસરોં કે ઘર પર પથ્થર નહીં ફેંકા કરતે.
કૉંગ્રેસ સાંસદે ૧૫ લાખનો વાયદો યાદ અપાવ્યો તો જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહૃાું કે, મારું મોઢું ના ખોલાવો રાયજી. ૧૫ લાખની વાત કરશો તો હું મહારાષ્ટ્રની વાત કરીશ. છેલ્લા ૩-૪ દિવસથી જે રિપોર્ટ સામે આવી રહૃાા છે. ૧૦૦ કરોડ રૂપિયા ગૃહમંત્રી લઈ રહૃાા છે. મારું મોઢું ખોલ્યું તો હું શરૂ થઈ જઈશ. તમે પહેલા ૧૦૦ કરોડ રૂપિયાનો હિસાબ આપો. આ તો ફક્ત મુંબઈ શહેરની સ્થિતિ છે. બાકી શહેરોની સ્થિતિ શું છે. સભાપતિ મહોદય, આ તો ગરીબ લોકો પાસેથી વસૂલી કરી રહૃાા છે.
Read About Weather here
સિંધિયાએ કહૃાું કે, અમારી સરકાર ગરીબોના ઉત્થાન માટે કામ કરી રહી છે. કોરોના સંકટના કારણે આપણા બધા પર અસર પડી છે. કૉંગ્રેસનું કામ ફક્ત વિરોધ કરવાનું છે. આ પાર્ટી જી-૨૩ના લોકોની પીડા નથી સમજી શકી તો દેશના લોકોની પીડા શું સમજશે. વિરોધ કરી રહેલા સાંસદોને તેમણે કહૃાું કે, તમારી વાતને અમે ધ્યાનથી સાંભળી છે. તમે અમારી વાતને પણ ધ્યાનથી સાંભળો. ખાનગી રોકાણ પર બોલતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહૃાું કે,UPA સરકાર પણ સરકારી કંપનીઓમાં ખાનગી રોકાણ લાવવા ઇચ્છતી હતી. સિંધિયાના આ નિવેદન પર વિરોધીઓએ હોબાળો શરૂ કર્યો.
Read e-paper here
Subscribe Saurashtra Kranti here
Do Follow Facebook here
Read politics News here
Read About Weather here