બેઠક પહેલા રાજકીય ચર્ચાઓએ પકડ્યું જોર

બેઠક પહેલા રાજકીય ચર્ચાઓએ પકડ્યું જોર
બેઠક પહેલા રાજકીય ચર્ચાઓએ પકડ્યું જોર

ઉદ્વવ ઠાકર અને અમિત શાહ વચ્ચે બેઠક થશે

શિવસેના વચ્ચેનું અંતર કાપવાનો કોઈ રસ્તો આ બેઠકમાં કાઢવામાં આવશે ?

દિલ્હી જતા પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સોમવારે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્યના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ, મુખ્ય સચિવ સીતારામ કુંટે અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.

રાજ્ય સરકારના નક્સલવાદી કૃત્યોને રોકવાના પ્રયાસો, નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં શરૂ થયેલા વિકાસ કાર્યોની સમીક્ષા, ભંડોળનો ખર્ચ ન થવાને કારણે ભંડોળની વ્યવસ્થા વગેરે મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ઠાકરેએ ફરી એકવાર આ મુદ્દા પર ચર્ચા કરવા માટે ગુરુવારે બેઠક બોલાવી છે.

આ બેઠકમાં દિલ્હીની બેઠકમાં જે મુદ્દાઓ રાખવાના છે તે નક્કી કરવામાં આવશે.

એવું કહેવામાં આવી રહૃાું છે. હાલમાં મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ખૂબ જ તણાવપૂર્ણ સંબંધો ચાલી રહૃાા છે. ત્યારે દિલ્હીમાં 26 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને ગૃહમંત્રી અમિત શાહ વચ્ચે મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે.

જેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યુ છે. ગૃહમંત્રી અમિત શાહે દેશમાં નક્સલવાદી ક્રિયાઓ, નક્સલ પ્રભાવિત ભાગોનો વિકાસ, શહેરી નક્સલવાદ જેવા મુદ્દાઓ પર બેઠક બોલાવી છે. આ બેઠકમાં નક્સલ પ્રભાવિત રાજ્યોના પ્રતિનિધિઓ હાજર રહેશે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પણ આ બેઠકમાં ભાગ લેશે. ત્યારે હવે લોકોની નજર આ બેઠક પર મંડરાયેલી છે.

Read About Weather here

ત્યારે સવાલ ઉભા થઈ રહૃાા છે કે,શું અમિત શાહ સાથે વન ટુ વન બેઠક કરવામાં આવશે ? શું ભાજપ અને શિવસેના વચ્ચેનું અંતર કાપવાનો કોઈ રસ્તો આ બેઠકમાં કાઢવામાં આવશે ? આ જ કારણ છે કે ઉદ્ધવ ઠાકરેની આ મુલાકાતને લઈને રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે.(3.13)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here