બાળકો સંક્રમિત થશે તો શું કરશો ? : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટેની ચેતવણી
સુપ્રીમ કોર્ટેની ચેતવણી

સુપ્રીમ કોર્ટે કહૃાું કે, આજે આશરે ૧.૫ લાખ એવા ડોક્ટર્સ છે જે એક્ઝામની તૈયારી કરી રહૃાા છે. આશરે ૨.૫ લાખ નર્સ ઘરે બેઠી છે. આ એ જ લોકો છે જે ત્રીજી લહેર વખતે તમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે

સુપ્રીમ કોર્ટમાં ગુરૂવારે ફરી એક વખત દિલ્હીના ઓક્સિજન સંકટ અને કોરોનાની સ્થિતિ અંગે સુનાવણી થઈ હતી. આ દરમિયાન સર્વોચ્ય અદાલતે કોરોનાની ત્રીજી લહેરને લઈ ચિંતા વ્યક્ત કરી હતી અને અત્યારથી જ તે માટે તૈયારીઓ કરવા પર ભાર મુક્યો હતો.

સુનાવણી દરમિયાન જસ્ટિસ ચંદ્રચૂડે ટિપ્પણી કરતા કહૃાું કે, જો કાલે સ્થિતિ વધુ બગડે અને કોરોનાના કેસ વધે તો તમે શું કરશો. રિપોર્ટ્સ પ્રમાણે ત્રીજી લહેરમાં બાળકો પર પણ પ્રભાવ પડી શકે છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ત્રીજી લહેરમાં શું કરવું જોઈએ તેની તૈયારી અત્યારે જ કરવી પડશે, યુવાનોને વેક્સિન આપવી પડશે, જો બાળકો પર અસર વધશે તો કઈ રીતે સંભાળીશું કારણ કે બાળકો તો એકલા હોસ્પિટલ ન જઈ શકે.

Subscribe Saurashtra Kranti here

સુપ્રીમ કોર્ટે કહૃાું કે, આજે આશરે ૧.૫ લાખ એવા ડોક્ટર્સ છે જે એક્ઝામની તૈયારી કરી રહૃાા છે. આશરે ૨.૫ લાખ નર્સ ઘરે બેઠી છે. આ એ જ લોકો છે જે ત્રીજી લહેર વખતે તમારા ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે. માર્ચ ૨૦૨૦થી સ્વાસ્થ્ય કર્મીઓ કામ કરી રહૃાા છે અને હાલ તેમના પર પણ થાક અને દબાણ વધારે છે.
દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહૃાો છે ત્યારે સુપ્રીમ કોર્ટે ત્રીજી લહેર અંગે ટિપ્પણી કરી છે. કેન્દ્ર સરકારના વૈજ્ઞાનિક સલાહકારે પણ ત્રીજી લહેર ચોક્કસ આવશે તેવી ચેતવણી આપી હતી પરંતુ તે ક્યારે આવશે તે અનિશ્ર્ચિત છે તેમ કહૃાું હતું.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહૃાું કે દિલ્હીની ૭૦૦ મેટ્રિક ટનની માગણી યોગ્ય નથી. તેનાથી બીજા રાજ્યોને નુકસાન થશે. આ બાજુ ઓક્સિજન સપ્લાયની નોડલ એજન્સીના એડિશનલ સચિવ સુમિતા ડાવરાએ કહૃાું કે પહેલા દિલ્હીને જે ૪૯૦ મેટ્રિક ટન ઓક્સિજન અપાયો તેનો મોટો હિસ્સો કાશીપુરથી આવ્યો હતો. તેનાથી ઉત્તરાખંડના કેટલાક ભાગમાં ઓક્સિજનની અછત થઈ ગઈ.

આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ સુમિતા ડાવરાએ કહૃાું કે એક હિસ્સો ૪૬૦ મેટ્રિક ટનનો હાલ ફાળવણી થઈ રહૃાો છે. ૧૪૦ મેટ્રિક ટનનું સંચાલન ૯મી મેથી કરવામાં આવશે. કુલ ક્રાયોજેનિક ટેક્ધરના ૫૩ ટકા ભાગને દિલ્હીને સપ્લાય કરવામાં જ લગાવવામાં આવ્યો છે. ૬ કન્ટેઈનર્સ પણ લગાવવામાં આવ્યા છે. આગામી થોડા દિવસમાં તેની સંખ્યા ૨૪ થશે. જેમાં ભરેલા અને પાછા પ્લાન્ટ સુધી લઈ જનારા કન્ટેઈનર્સ પણ સામેલ રહેશે. ૫૬ મુખ્ય હોસ્પિટલોમાં ૪૭૮ મેટ્રિક ટન ઓક્સિજનની ભંડાર ક્ષમતા છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહૃાું કે ઓક્સિજનના ઓડિટની જરૂર છે. કારણ કે સપ્લાય થઈ રહૃાો છે પરંતુ લોકો સુધી પહોંચી રહૃાો નથી. આપૂર્તિ દિલ્હી સુધી પહોંચવા દો અને દિલ્હીના એક જવાબદાર અધિકારીને તેની વિગતો આપવાનું કહો. તેમણે કહૃાું કે દિલ્હીની હોસ્પિટલોમાં કુલ સ્ટોરેજની ક્ષમતા ૪૦૦ મેટ્રિક ટનની નજીક છે. અમને ચિંતા છે કે અમે બીજા રાજ્યોનો ૩૦૦ મેટ્રિક ટન પણ દિલ્હીને આપી રહૃાા છીએ. આમ છતાં દિલ્હીના જરૂરિયાતવાળા લોકોને પહોંચી રહૃાો નથી. કદાચ દિલ્હીની સપ્લાય સિસ્ટમમાં જ કઈક મુશ્કેલી હોય. તે જોવું જોઈએ.

Read About Weather here

દિલ્હીની ૭૦૦ મેટ્રિક ટનની માગણી યોગ્ય નથી

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહૃાું કે દિલ્હીની ૭૦૦ મેટ્રિક ટનની માગણી યોગ્ય નથી. તેનાથી બીજા રાજ્યોને નુકસાન થશે. આ બાજુ ઓક્સિજન સપ્લાયની નોડલ એજન્સીના એડિશનલ સચિવ સુમિતા ડાવરાએ કહૃાું કે પહેલા દિલ્હીને જે ૪૯૦ મેટ્રિક ટન ઓક્સિજન અપાયો તેનો મોટો હિસ્સો કાશીપુરથી આવ્યો હતો. તેનાથી ઉત્તરાખંડના કેટલાક ભાગમાં ઓક્સિજનની અછત થઈ ગઈ.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here