બાળકો પર વેક્સિન ટ્રાયલને મંજૂરી !

વેક્સિન
વેક્સિન

દેશમાં 525 બાળકો પર કો-વેક્સિન રસીની ટ્રાયલ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી

ભારત બાયોટેકને ડીજીઆઇ દ્વારા કો વેક્સિનના પ્રયોગની લીલી ઝંડી, 2 થી 18 વર્ષની વયના બાળકો માટે તૈયાર કરાઇ છે કોરોનાની રસી, દેશમાં સતત બીજા દિવસે કોરોનાથી મૃત્યુ આંક 4 હજારના આંકડાને પાર, નવા કેસોમાં ફરી ઉછાળો નોંધાયો, 24 કલાકમાં 3 લાખ 62 હજાર કેસ,

દેશમાં કોરોનાની મહામારીથી બાળકોને બચાવવા માટેની દિશામાં મહત્વના પોઝિટિવ સમાચાર આવ્યા છે. ભારત બાયોટેક દ્વારા તૈયાર કરવામાં આવનારી બાળકો માટેની કો-વેક્સિન રસીના ટ્રાયલની કંપનીને મંજૂરી આપી દેવામાં આવી છે. ડીજીઆઇ દ્વારા બાળકો માટે ટ્રાયલ કરવાની લીલી ઝંડી અપાતા દેશમાં 525 બાળકો પર કો-વેક્સિન રસીની ટ્રાયલ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ત્રીજી લહેરમાં બાળકોને કોરોનાના વાઇરસની વધુ અસર થઇ શકે છે એવી નિષ્ણાંતોએ લાલ બત્તી ધર્યા બાદ બાળકો માટે વેક્સિન તૈયાર કરવાની કામગીરી વેગવાન બનાવવામાં આવી છે. સહુ પ્રથમ આ માટેની મંજુરી ભારત બાયોટ્ેકને મળી ગઇ છે.

Subscribe Saurashtra Kranti here

દરમ્યાન દેશમાં કોરોનાના કેસો અને મૃત્યુ આંકમાં એક ધારો ઉછાળો ચાલુ રહયો છે. સતત બીજા દિવસે મૃત્યુ આંક 4 હજારનો આંડકો પાર કરી ગયો હતો. છેલ્લા 24 કલાકમાં 4120 દર્દીઓના મૃત્યુ થયાનું નોંધાયું છે જયારે કોરોનાના નવા કેસો 3 લાખ 62 હજારથી વધુ નોંધાયા હતા. આ રીતે દેશમાં ફરીવાર કોરોના મહામારીએ તેની ક્રુર રફતાર વધુ તેજ બનાવી છે.

Read About Weather here

દરમ્યાન કોરોના વાઇરસને કારણે સતત બીજા વર્ષે દેશભરમાં મુસ્લિમો ઇદની ઉજવણી કરી શકયા નથી આખો રમઝાન ઘરમાં ઇબાદત કરવી પડી હતી. હવે ઇદની ઉજવણી પણઘરમાં રહીને કરવી પડશે કેમ કે નિયંત્રણો ને કારણે મસ્જીદો અને ઇદગાહો પણ બંધ છે. કેન્દ્રના આરોગ્ય ખાતાએ જણાવ્યુું હતું કે, દેશમાં સતત બિજા દિવસે કોરોનાથી થયેલા મૃત્યુનો આંક 4120 રહયો હતો જયારે નવા 3,62,727 કેસો નોંધાયા છે. ગઇકાલ કરતા થોડો ધડાટો નોંધાયો હતો. અત્યારે વાઇરસ ગુજરાત, યુપી, બિહારના ગ્રામ્ય વિસ્તારોમાં વધુ આતંક મચાવી રહયો છે. યુપીમાં તો એટલી ગંભીર પરિસ્થિતિ ઉભી થઇ છે કે સેંકડો મૃતદેહોને ગંગા નદીમાં પધરાવી દેવામાં આવી રહયા છે. રોજે રોજ યુપી અને બિહારના ગંગા કાઠાના શહેરમાં નોદી કાંઠે તણાઇ આવેલા મૃતદેહોથી ગંગા નદીનો કાંઠો છવાઇ ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here