ફેઝ ૩ ટ્રાયલ વગર કેવી રીતે આપી મંજૂરી: શશી થરૂર

42

ભારત બાયોટેકની કોવેક્સિન પર કોંગ્રેસ નેતાએ સવાલ ઉઠાવ્યા

ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ ભારતમાં બે કોરોના વેક્સિનના ઉમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને દેશમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસાવવામાં આવેલી કોવીશિલ્ડ તેમજ ભારતય બાયોટેક દ્વારા તૈયાર કરાયેલી કોવેક્સિનને આપાત પરિસ્થિતિમાં વપરાશ માટે લીલી ઝંડી આપી છે. આ અંગે કોંગ્રેસ નેતા શશિ થરૂરે સવાલ ઉઠાવ્યો છે. જેના જવાબમાં ડીસીજીઆઇએ સ્પષ્ટતા કરી છે.

કોંગ્રેસ નેતા શશિ થરૂરે ટ્વિટ કરતાં કહૃાું કે, ભારય બાયોટેકની કોવેક્સીનનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ હજી સુધી થયું નથી. કોવેક્સીનને સમય અગાઉ મંજૂરી આપવી ખતરનાક હોઇ શકે છે. ડો. હર્ષવર્ધન આ અંગે સ્પષ્ટ કરે. કોરોના વેક્સિનનું ટ્રાયલ પૂરું થાય ત્યાં સુધી તેના ઉપયોગથી બચવું જોઇએ. ભારતે આ દરમિયાન એસ્ટ્રાજેનેકા વેક્સિનનો ઉપયોગ કરવો જોઇએ.