પ્રશાંત ભૂષણના ટ્વિટ પર ફરી વિવાદ, એટોર્ની જનરલ સુધી પહોંચ્યો કેસ

39

વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ દ્વારા કરવામાં આવેલું એક ટ્વિટ ફરી સમાચારોમાં આવ્યું છે. આ ટ્વિટમાં તેણે ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા વિશે ટીપ્પણી કરી છે. હવે આ કેસ એટોર્ની જનરલ સુધી પહોંચ્યો છે. સુપ્રિમકોર્ટના વકીલ સુનિલ સિંહે એટોર્ની જનરલ કેકે વેણુગોપાલને પત્ર લખ્યો છે. જેમાં અપીલ કરવામાં આવી છે કે, પ્રશાંત ભૂષણ પર અદાલતની અવમાનનાનો કેસ ચલાવવાની મંજૂરી આપે.

પ્રશાંત ભૂષણ દ્વારા આ ટ્વિટ ૨૧ ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું છે. જેના ઉપર ઘણા પ્રશ્ર્નો ઉઠી રહૃાાં છે. આ પહેલા પણ સુપ્રિમ કોર્ટ પર ટિપ્પણી કરતા બે ટ્વિટ પર પ્રશાંત ભૂષણ પર અદાલતનું અવમાનનાનો કેસ ચાલી ચુક્યો છે. જુના કેસમાં સુપ્રિમ કોર્ટ તરફથી પ્રશાંત ભૂષણ ઉપર એક રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો હતો. તેવામાં હવે પ્રશાંત ભૂષણ તરફથી જે ટ્વિટ કરવામાં આવ્યું છે. ત્યારે હવે આ કેસ ફરી એટોર્ની જનરલ સુધી પહોંચ્યો છે.