પેટ્રોલ, ડીઝલના ભાવમાં સતત વધારો !

પેટ્રોલ, ડીઝલના ભાવ
પેટ્રોલ, ડીઝલના ભાવ

તેલ કંપનીઓ દ્રારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આંશિક ઘટાડો કરાયા બાદ ૧૫મી એપ્રિલથી ભાવ સ્થિર રાખવામાં આવ્યા હતા

સતત ૧૮ દિવસ ભાવ સ્થિર રાખ્યા બાદ વિશ્ર્વબજારમાં ક્રૂડ તેલના વધેલા ભાવને કારણે સરકારે આજે સતત બીજા દિવસે પેટ્રોલના ભાવમાં ૧૯ પૈસા અને ડીઝલના ભાવમાં ૨૩ પૈસાનો વધારો જાહેર કર્યેા હતો.ગઈ કાલે પણ અનુક્રમે ૧૫ અને ૧૯ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.

Subscribe Saurashtra Kranti here

તેલ કંપનીઓ દ્રારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આંશિક ઘટાડો કરાયા બાદ ૧૫મી એપ્રિલથી ભાવ સ્થિર રાખવામાં આવ્યા હતા અને યોગાનુયોગે એ દરમિયાન પાંચ રાયમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઇ હતી. જેવી ચૂંટણીઓ પૂરી થઇ કે તેલ કંપનીઓ દ્રારા આંતરરાષ્ટ્ર્રીય બજારોમાં ક્રૂડ તેલના વધેલા ભાવ તરફ અંગૂલીનિર્દેશ કરવામાં આવ્યો હતો.

ભારતમાં કોવિડ૧૯ના વધી રહેલા કેસને કારણે માગમાં ઘટાડો થયો હોવા છતાં અમેરિકાની વધેલી માગને કારણે આંતરરાષ્ટ્ર્રીય બજારોમાં ક્રૂડ તેલનો ભાવ વધ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર ૨૭મી એપ્રિલથી આંતરરાષ્ટ્ર્રીય બજારોમાં ક્રૂડ તેલનો ભાવ સતત વધી રહૃાો છે અને દૃુબઇના ક્રૂડ તેલનો ભાવ બેરલદીઠ ૨.૯૧ ડોલર વધ્યો છે. માગને ધ્યાનમાં લેતા આવનાર દિવસો દરમિયાન આંતરરાષ્ટ્ર્રીય બજારોમાં ક્રૂડ તેલનો ભાવ વધવાનો અંદાજ જાહેર કરાયો છે.

Read About Weather here

સરકારી તેલ કંપનીઓ ઇન્ડિયન આઇલ કોર્પેારેશન લી. (આઇઓસી), ભારત પેટ્રોલિયમ કોર્પેારેશન લિ. (બીપીસીએલ) અને હિન્દૃુસ્તાન પેટ્રોલિયમ કોર્પેારેશન લિ. (એચપીસીએલ) દ્રારા આંતરરાષ્ટ્ર્રીય બજારો પ્રમાણે ભાવમાં રોજ વધઘટ થતી રહે છે. આંતરરાષ્ટ્ર્રીય બજારોમાં ક્રૂડ તેલનો ભાવ ઘટયા બાદ ૨૪મી માર્ચે પેટ્રોલના ભાવમાં ચોથી વખત ૧૫ અને ડીઝલના ભાવમાં ૧૬ પૈસાનો ઘટાડો કરાયો હતો. ૨૪મી માર્ચથી ચાર વખત બળતણમાં ભાવમાં કરાયેલા ઘટાડામાં પેટ્રોલના ભાવમાં ૬૭ પૈસા અને ડીઝલના ભાવમાં ૭૪ પૈસાનો ઘટાડો લિટરદીઠ કરવામાં આવ્યો હતો.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here