પુણે:રવિવાર રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો,2 બાળકો સહિત 8 લોકોના મોત

પુણે:રવિવાર રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો,2 બાળકો સહિત 8 લોકોના મોત
પુણે:રવિવાર રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો,2 બાળકો સહિત 8 લોકોના મોત
મહારાષ્ટ્રના પુણેમાં રવિવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માત નગર કલ્યાણ હાઈવે પર રાત્રીના સમય થયો હતો. જેમાં 2 બાળકો સહિત 8 લોકોના મોત થયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

મળતી માહિતી મુજબ પીકઅપ વાન ઓતૂર જિલ્લા નજીક સ્થિત કલ્યાણ તરફ જઈ રહ્યો હતો. ત્યારે પાછળથી આવતી ટ્રકે તેને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે વાન પલટી ગઈ હતી. જેમાં 8 લોકોના મોત થયા છે. મૃતદેહોને પોસ્ટપાર્ટમ માટે મોકલાયા પાપ્ત માહિતી મુજબ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક લોકોની મદદથી લોકોને હોસ્પિટલ લઈ ગઈ હતી. અકસ્માત બાદ તમામ મૃતદેહોને ઓતુરના જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માત અંગે મૃતકના પરિજનોને જાણ કરી હતી. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવશે. પોલીસ પરિવારના સભ્યો હોસ્પિટલ પહોંચે તેની રાહ જોઈ રહ્યાં છે.

Read National News : Click Here

CMએ કાફલાને રોકીને લોકોની મદદ કરી

જ્યારે આ અકસ્માત થયો ત્યારે સીએમનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. આ પછી સીએમ એકનાથ શિંદેએ તેમના કાફલાને રોક્યો અને ઘટનાસ્થળે હાજર પોલીસ અધિકારીઓ પાસેથી અકસ્માતની માહિતી મેળવી હતી. મુખ્યમંત્રીએ તેમના કાફલાની એમ્બ્યુલન્સમાં તમામ ઘાયલોને હોસ્પિટલ મોકલ્યા હતા. સીએમનો ઘટના સ્થળનો આ વીડિયો મહારાષ્ટ્રના સીએમઓએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here