પશ્ર્ચિમ બંગાળની ચૂંટણીના કાર્યક્રમમાં ફેરફાર નહીં થાય: ચુંટણી પંચ

પશ્ર્ચિમ બંગાળ
પશ્ર્ચિમ બંગાળ

પશ્ર્ચિમ બંગાળમાં કોરોના મહામારી ઝડપથી પગ ફેલાવી રહી છે

Subscribe Saurashtra Kranti here

પશ્ર્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણી દરમિયાન સભાઓ અને રોડ શોરૂમાં કોરોના ગાઈડલાઈન્સનું પાલન ન કરવાને લઈને ઘણી અટકળો થઈ રહી છે. કોલકાતા હાઈકોર્ટે પણ બે દિવસ પહેલા કડક વલણ અપ્નાવ્યું હતું. તમામ પ્રકારની ચચર્ઓિ વચ્ચે ચૂંટણી પંચે સ્પષ્ટ કરી દીધું કે, બંગાળમાં બાકી ચૂંટણી એકસાથે નહીં કરાવાય. હજુ ચાર તબક્કાનું વોટિંગ બચ્યું છે અને પહેલેથી નક્કી કરાયેલી તારીખો પર જ મતદાન થશે.
ઉલ્લેખનીય છે કે, બંગાળની ચૂંટણીઓ દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન થઈ રહૃાું છે કે નહીં, તેની સમીક્ષા કરવા માટે ચૂંટણી પંચે બધા રાજકીય પક્ષોના નેતાઓની બેઠક બોલાવાઈ હતી.

આ દરમિયાન ઘણા મુદ્દા પર ચર્ચા કરાઈ. કોલકાતા હાઈકોર્ટે ચૂંટણી સભામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતું ન હોવાની ઘટનાઓને ગંભીરતાથી લેતા ચૂંટણી પંચને ઠપકો આપ્યો હતો. કોર્ટે પંચને કહૃાું હતું કે, તે સુનિશ્ર્ચિત કરે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોવિડ નિયમોનું પાલન કડકાઈથી થાય.મમતા બેનરજીએ બાકી રહેતા તબક્કાનું મતદાન એક જ દિવસે કરાવવાની માગણી કરી હતી .

કોલકાતા હાઈકોર્ટે બધા જિલ્લાના ડીએમને સંદેશ આપ્યો હતો કે, જો જરૂર પડે તો તે કલમ ૧૪૪ લગાવી શકે છે, જેથી લોકોની ભીડ જમા ન થાય. હકીકતમાં, દરેક રાજ્યની જેમ પશ્ર્ચિમ બંગાળમાં પણ કોરોના વાયરસ સંક્રમણના કેસ ઝડપથી વધી રહૃાા છે. ચૂંટણી સભાઓ અને રોડ શોમાં લોકો સતત સોશિયલ ડિસ્ટન્સિંગ તોડતા જોવા મળી રહૃાા હતા. તેને પગલે કોર્ટે ચૂંટણી પંચને ફટકાર લગાવી હતી.

Read About Weather here

જણાવી દઈએ કે, બંગાળમાં કોરોના મહામારી ઝડપથી પગ ફેલાવી રહી છે. કાલે બંગાળમાં ૫,૮૯૨ નવા કેસ સામે આવ્યા હતા. આ દરમિયાન ૨૪ લોકોના મોત થયા. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨,૨૯૭ દર્દીઓ સાજા થયા.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here