પતંગ પકડવા જતા 11000 વોલ્ટનો કરંટ લાગ્યો

પતંગ પકડવા જતા 11000 વોલ્ટનો કરંટ લાગ્યો
પતંગ પકડવા જતા 11000 વોલ્ટનો કરંટ લાગ્યો

એક 9 વર્ષના બાળકના માતા-પિતાના. નડિયાદ શહેરમાં રહેતો નવ વર્ષનો બાળક ધાબા પરથી પતંગ પકડવા માટે દોડ્યો હતો ત્યારે પતંગ પકડવા જતા બાજુમાંથી પસારથી 11000 વોલ્ટેજનો કરંટ લાગતા ચોંટી ગયો હતો. નડિયાદમાં 26 ડિસેમ્બરના રોજ ધાબા પર પતંગ પકડવા જતા અયાનને કરંટ લાગ્યો હતો ત્યારબાદ સારવાર અર્થે તેને અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલી ડિવાઇન ચાઇલ્ડ હોસ્પિટલના લવાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આજે અમારો અયાન જીવતો છે તેના માટે ભગવાન અને ડોકટરનો આભાર માનીએ છીએ આ શબ્દો છે 10 ટકા જ હૃદય કામ કરતું હતું ત્યારે બાળકને બચાવવા માટે અમદાવાદની ડિવાઇન ચાઇલ્ડ હોસ્પિટલના ડો. હાર્દિક પટેલ અને ડો. દેવાંગ સોલંકીએ ચાલુ એમ્બ્યુલન્સમાં ઓન કોલ સારવાર આપી અમદાવાદ લાવ્યા હતાં. ડોકટરોની અથાગ મહેનતથી અયાન 12 જ દિવસમાં સાજો થઈ અને ગઈકાલે માતા-પિતા સાથે ઘરે પરત ફર્યો હતો.

અયાનના મામા ફિરોઝભાઈએ જણાવ્યું હતું કે, જ્યારે અયાનને કરંટ લાગ્યો ત્યારે એટલી ગંભીર પરિસ્થિતિ હતી કે અમે તેની જીવવાની આશા છોડી દીધી હતી. પરંતુ ડીવાઇન હોસ્પિટલના ડો. હાર્દિક પટેલ અને તેમની ટીમની મહેનતથી આજે અમારો અયાન હસતો રમતો જોવા મળે છે. મેમનગરની ડીવાઇન ચાઇલ્ડ હોસ્પિટલના ડો.હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, નડિયાદના 9 વર્ષનો અયાન નામનો બાળક મકાનના ધાબા પર ઉપર પતંગ ચગાવતો હતો.

પતંગ પકડવા માટે તે દોડ્યો અને મકાનની બાજુમાં પસાર થતી હાઇવોલ્ટેજ વાયરનો કરંટ લાગતા છથી સાત ફૂટ ઊંચો હવામાં ફંગોળાયો અને બાળકનું હૃદય બંધ થઈ ગયું હતું. તેના શ્વાસ રોકાઈ ગયા, આખુ શરીર ભુરુ પડી ગયું, નાક અને મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું, ખેંચ આવવા લાગી અને છેવટે બાળક કોમામાં સરી પડ્યો પડ્યો હતો.

સ્થાનિક હોસ્પિટલમાં તેઓ લઈ ગયા હતા જ્યાંથી તેને સારી હોસ્પિટલમાં લઈ જવા માટે કહેતા ગંભીર પરિસ્થિતિમાં બાળકને અમદાવાદ મેમનગર ખાતે આવેલી ડિવાઇન બાળકોની હોસ્પિટલ ખાતે ડોક્ટર હાર્દિક પટેલ અને તેમની ટીમ દ્વારા બાળકને ચાલુ સારવારે એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ શિફ્ટ કરવામાં આવ્યો હતો.બાળકોના ક્રિટીકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. હાર્દિક પટેલ અને ડો. દેવાંગ સોલંકી તથા ડિવાઇન હોસ્પિટલની ટીમ દ્વારા બાળકની સારવાર શરૂ કરવામાં આવી હતી. પહેલાં બાળકને વેન્ટિલેટર નો સપોર્ટ પુરો પાડવામાં આવ્યો હતો.

ફેફસાંમાંથી આવતું લોહી બંધ કરવાની દવાઓ ચાલુ કરવામાં આવી હતી. હૃદયનું પમ્પિંગ સુધારવા માટે ત્રણ અલગ અલગ પ્રકારના ઇન્જેક્શનો સતત ચાલુ કરવામાં આવી. મગજ ઉપર નો સોજો ઓછો કરવા માટે દવાઓ ચાલુ કરવામાં આવી હતી. સતત આવી રહેલી ખેંચો ને બંધ કરવા ચાર અલગ અલગ પ્રકારના ઇન્જેક્શન ચાલુ કરવામાં આવ્યા. તથા સ્નાયુઓ, કિડની અને લીવરના સપોર્ટ માટે ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી.

Read About Weather here

ત્યારબાદ બાળકને વેન્ટિલેટર ઉપરથી 12 દિવસે તેને હટાવવા સફળતા મળી હતી. સતત મહેનત બાદ બાળકને કોઈપણ ખોડખાંપણ વિના હસતા મુખે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી લગભગ સાતેક દિવસ ની સઘન સારવાર બાદ બાળકના મહત્વના અંગો ધીરે ધીરે મજબૂત થવા લાગ્યા અને બાળક ગંભીર પરિસ્થિતિ માંથી બહાર આવવા લાગ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here