અંતિમ દિવસે ક્રિકેટ મેચમાં કમિશનર ઈલેવન સામે મેયર ઈલેવન વિજેતા
ઝુમ્બા ઈવેન્ટ, જીમ્નાસ્ટીક, સ્કેટિંગ, રાસ-ગરબાની સાથે-સાથે છેલ્લા દિવસે ફન ગેમ્સ માણવા લોકો ઉમટયા
ગુજરાતમાં તા. 29-સપ્ટેમ્બર થી તા. 12 ઓક્ટોબર દરમ્યાન યોજાનાર 36મી નેશનલ ગેમ્સ 2022ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટના યજમાનપદ હેઠળ યોજાનાર છે એ પૂર્વે લોકોમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવવા અને નેશનલ ગેમ્સ માટે અનેરો માહોલ અને લોકઉત્સાહ સર્જવા તા.15 થી 18 સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે રવિવારે અંતિમ દિવસે સાંજે 6 વાગ્યે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, રેસકોર્ષ ખાતે મેયર ઇલેવન અને કમિશનર ઇલેવન વચ્ચે ક્રિકેટ મેચ રમાયો હતો. જેમાં મેયર ઇલેવનની ટિમ વિન થઈ હતી.

Visit Saurashtra Kranti Homepage here
જે ઇવેન્ટમાં મેય ડો. પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા સહિતના ભાજપના કોર્પોરેટરઓ તથા અન્ય હોદ્દેદારઓ અને મનપાના અધિકારીઓ-કર્મચારીઓઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ક્રિકેટ મેચની શરૂઆતમાં મેયર ઇલેવન ટોસ જીત્યા બાદ પહેલા બેટિંગ કરી હતી. પ્રથમ બેટિંગ કરીને મેયર ઇલેવનની ટિમએ 96 રનનો ટાર્ગેટ આપ્યો હતો તેની સામે કમિશનર ઇલેવનની ટિમ 59 રન બનાવી શકી હતી.

12-12 ઓવરની આજની મેચમાં મેયર ઇલેવન વિજેતા થઈ હતી. મેચ પૂર્ણ થયા બાદ વિજેતા ટિમ મેયર ઇલેવનના તમામ પ્લેયરને મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ટ્રોફી અને વાઉચર આપી શુભેચ્છા પાઠવી હતી.

મેઇન સ્ટેજ ડેમોન્સ્ટ્રેશનમાં આજે જીમ્નાસ્ટીક (ફ્લોર એક્ટીવીટી, હુડાહૂપ, પિરામીડ, ફોરવર્ડ રોડ, કાર્ટ વિલ, ફ્રન્ટ બેક, રિધમિક રીંગ, રીબન્ટ બોલ), સ્કેટિંગ, કરાટે/કબુડો (વેપન્સ વિથ જુડો), પાવર ગરબા (યુનિ + દાંડિયા વર્ક આઉટ) તથા કારાઓકે પર ગીત પરફોર્મન્સ અને તાલ ગરબા વિગેરે પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા. ફન ગેમ્સમાં લીંબુ ચમચી, કોથડા દોડ, ટગ ઓફ વોર, આર્મ રેસલીંગ અને ત્યારબાદ ફુટબોલ ગોલ ચેલેન્જ, બાસ્કેટ બોલ ગોલ ચેલેન્જ, હોકી ગોલ ચેલેન્જ, ક્રિકેટ ઇવેન્ટસનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત વિજેતા ફૂટબોલ ટીમના ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Read About Weather here
વધુમાં સવારે 6:30 કલાકે મેયરના બંગલા સામે, રેસકોર્ષ ખાતે ઝુમ્બા ઇવેન્ટ યોજાઈ હતી જેમાં ખુબ બહોળી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. આ પ્રસંગે ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, કોર્પોરેટર મનીષભાઈ રાડીયા અને નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી ઉપસ્થિત રહ્યા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here