નરેન્દ્ર મોદી વૈશ્ર્વિક નેતાઓની તુલનામાં આગળ

નરેન્દ્ર મોદી વૈશ્ર્વિક નેતાઓની તુલનામાં આગળ
નરેન્દ્ર મોદી વૈશ્ર્વિક નેતાઓની તુલનામાં આગળ

અમેરિકાની ડેટા ઈન્ટેલિજન્સ ફર્મ ‘મોર્નિંગ ક્નસલ્ટ’ના સર્વેમાં

ડેટા અનુસાર કોરોના કાળમાં પણ મોદી અમેરિકા, બ્રિટન, રશિયા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બ્રાઝીલ, ફ્રાન્સ અને જર્મની સહિત 13 દેશોના નેતાઓ કરતા આગળ છે

Subscribe Saurashtra Kranti here

નેતાઓ પશ્ર્ચિમ બંગાળમાં કારમી હાર સહિતના અન્ય કારણોથી ભલે એમ લાગતુ હોય દેશમાં મોદી મેજીકને અસર થઈ છે પરંતુ દુનિયામાં મોદીનો જાદુ હજુ યથાવત જ છે. તે હજુ પણ દુનિયામાં સૌથી વધુ સ્વીકાર્ય નેતા છે, મહાસતાના નેતાઓ આ મામલે મોદીથી પાછળ છે.

અમેરિકી ડેટા ઈન્ટેલીજન્સ ફર્મ મોર્નિંગ ક્ધસલ્ટ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણ અનુસાર, સ્વીકાર્યતાના મામલામાં નરેન્દ્ર મોદી હજુ પણ અન્ય વૈશ્ર્વિક નેતાઓની તુલનામાં આગળ ચાલી રહ્યા છે. વડાપ્રધાન મોદીની ગ્લોબલ એપ્રુવલ રેટીંગ 66 ટકા છે. ડેટા અનુસાર કોરોના કાળમાં પણ મોદી અમેરિકા, બ્રિટન, રશિયા, ઓસ્ટ્રેલીયા, કેનેડા, બ્રાઝીલ, ફ્રાન્સ અને જર્મની સહિત 13 દેશોના નેતા કરતા આગળ છે.

સર્વેક્ષણ અનુસાર કોરોનાની બીજી લહેરમાં મોદીની લોકપ્રિયતા અથવા એપ્રુવલ રેટીંગમાં ઘટાડો જોવા મળ્યો છે તેમ છતાં તે દુનિયામાં ટોપ પર છે અને અન્ય વૈશ્ર્વિક નેતાઓની તુલનામાં તેમનુ પ્રદર્શન બહેતર છે. આ એપ્રુવલ રેટીંગમાં મોદી બાદ ઈટલીના વડાપ્રધાન મારિયો ડ્રેગીનો નંબર આવે છે. જેનુ એપ્રુવલ રેટ 65 ટકા છે, જયારે ત્રીજા ક્રમે મેકિસકોના રાષ્ટ્રપતિ લોપેજ ઓબ્રેડોર છે, જેનુ રેટીંગ 63 ટકા છે.

Read About Weather here

અન્ય વૈશ્ર્વિક નેતાઓની વાત કરીએ તો ઓસ્ટ્રેલીયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન (54 ટકા), જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ (53 ટકા), અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈન (53 ટકા), કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો (48 ટકા), બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન (44 ટકા), દક્ષિણ કોરિયાઈ રાષ્ટ્રપતિ મૂન જે ઈન (37 ટકા), સ્પેનિશ સ્પેન પાડ્રો સાંચેજ (36 ટકા), બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો (35 ટકા), ફ્રાન્સીસી રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રોન (35 ટકા) અને જાપાની વડાપ્રધાન યોશીહિદે લુગા (29 ટકા)નો સમાવેશ થાય છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleસુરેન્દ્રનગરની આંગળીયા પેઢી સાથે રૂ.24.62 લાખનું ચીટીંગ કરનાર ઝડપાયો.
Next articleડી.કે.એન્ટરપ્રાઈઝ (અમૂલ પાર્લર) ની એજન્સીને સસ્પેન્ડ કરી, પુરવઠો સ્થગિત કરાયો