દેશ આખો ભયમાં, આરોગ્ય સુવિધાઓ ધોવાઇ જશે : કેન્દ્રની લાલ બત્તી

આરોગ્ય
આરોગ્ય

કોઇપણ ગફલત નહીં પાલવે : નીતિ આયોગના સભ્ય ડો. વી.કે.પૌલ

Subscribe Saurashtra Kranti here

આરોગ્યના સાધનો અને સંપત્તિ સ્વાહા થઇ જાય એ પહેલા તાકિદના પગલાનો આદેશ, દરેક રાજયોને કોરોના કાબુમાં લેવા ‘ડિસ્ટ્રીકટ એકશન પ્લાન’ બનાવવા સ્પષ્ટ તાકિદ

આરોગ્ય સુવિધા:મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી જેવા રાજયોમાં બેકાબુ મહામારી અંગે કેન્દ્રની ઘેરી ચિંતા, માસ્ક વગેરેના નિયમોના કડક પાલન, આરટીપીસીઆર ટેસ્ટ વધારવાનો આદેશ

દેશના સંખ્યાબધ રાજયોમાં બેફામ ઝડપે વધી રહેલા કોરોના સંક્રમણ અંગે ઘેરી ચિંતા વ્યકત કરવા સાથે કેન્દ્ર સરકારે આજે એવી લાલ બત્તી ધરી હતી કે, દેશ આખો જોખમમાં મુકાઇ ગયો છે. આરોગ્યની સવલતો અને આખુ માળખું કોરોના સ્વાહા કરી નાખે અને ધોઇ નાખે એ પહેલા તાકિદના કડક પગલા લેવા કેન્દ્ર સરકારે તમામ રાજયોને આદેશ આપ્યો હતો.

માસ્ક અને સામાજીક અંતર સહિતની કોવિડ ગાઇડલાઇન્સનો કડકાઇથી અમલ કરાવવા અને દેશમાં આરટી-પીસીઆર ટેસ્ટનું પ્રમાણ એકદમ વેગીલુ બનાવી દેવા તમામ રાજયોને આદેશ આપતો પરીપત્ર બહાર પાડવામાં આવ્યો છે. એ માટે દરેક રાજયોને કોરોના સંક્રમણ રોકવા જિલ્લા એકશન પ્લાન બનાવવાની તાકિદ કરવામાં આવી છે. નીતી આયોગના સભ્ય વી.કે.પૌલે જણાવ્યું હતું કે, જરા પણ ગફલત પોસાય તેમ નથી. તમામ રાજયોએ દૈનિક ધોરણે આરટી-પીસીઆર ટેસ્ટની ગતી ચાલુ રાખવી જોઇએ. જરૂર પડયે પોલીસ કાયદાઓ અને સત્તાનો ઉપયોગ કરીને માસ્ક સહિતની ગાઇડલાઇનસનું પાલન કરાવવું જોઇએ.

એક્ટિવ કેસો અને પોઝિટિવીટી રેઇટની દરેક રાજયોમાં દૈનિક સમીક્ષા થવી જોઇએ. કેમ કે, કોરોનાને કારણે આખો દેશ જોખમમાં છે. જાહેર આરોગ્યના માળખાનું ધોવાણ થઇ જવાનો ભય ઉભો થયો છે. પૌલે જણાવ્યું હતું કે, કયારે આપણને એવું લાગે છે કે, કોરોનાને કાબુમાં લઇ લેવાયો છે. બરાબર એ સમયે જ એ મહામારી ફરીથી ત્રાટકે છે. દેશના આરોગ્ય માળખાને સાફ કરી નાખે એ પહેલા દરેક રાજયો જિલ્લા એકશન પ્લાન બનાવે નહીંતર આખો દેશ લપેટામાં આવી જવાની ભીતી છે.

Read About Weather here

કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભુષણે તમામ રાજયોને પત્રો પાઠવ્યા છે અને કોરોના કાબુમાં લેવા દરેક જિલ્લાઓમાં એકશન પ્લાન તૈયાર કરવાની સુચના આપી છે. સમય મર્યાદામાં કોરોના સંક્રમણ અટકાવી શકાય એવા પગલા લેવા અને જવાબદારીઓ નક્કી કરવા રાજયોને આદેશ અપાયો છે. ટેસ્ટીંગ, ટ્રેકીંગ અને ટ્રીકમેન્ટ પર ભાર મુકવાની કેન્દ્ર સરકારે તમામ રાજયોને તાકિદ કરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here