દેશમાં 24 કલાકમાં 1.15 લાખ નવા કેસ, 630નાં મોત!!! શું લોકડાઉન એ જ ઉપાય ???

87
દેશમાં-કોરોના
દેશમાં-કોરોના

દેશમાં નવા કેસમાં દરરોજની જેમ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 55,469 પોઝિટિવ મળ્યા

Subscribe Saurashtra Kranti here

દેશમાં આ ખૂબ જ ચિંતાજનક સમાચાર છે. દેશમાં એક જ દિવસમાં 1.15 લાખ નવા કેસ નોંધાયા છે. આ સાથે 4 એપ્રિલના રોજ મળેલા 1.03 લાખ દર્દીનો રેકોર્ડ પણ તૂટી ગયો હતો. 59,700 દર્દી સ્વસ્થ થયા અને 630 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ રીતે એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 24 કલાકમાં રેકોર્ડ 54,795નો વધારો થયો છે. અગાઉ 4 એપ્રિલના રોજ, 50,438 એક્ટિવ કેસ હતા; ત્યારે તે સૌથી વધુ હતા.

દેશમાં નવા કેસમાં દરરોજની જેમ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 55,469 પોઝિટિવ મળી આવ્યા છે. 9,921 નવા દર્દી સાથે છત્તીસગઢ બીજા સ્થાને છે. બંને રાજ્ય કુલ એક્ટિવ કેસમાં પણ ટોપ-2માં છે. મહારાષ્ટ્રમાં 4.72 લાખ, જ્યારે છત્તીસગઢમાં 52,445 દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.દેશમાં નવા કેસમાં દરરોજની જેમ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 55,469 પોઝિટિવ મળ્યા

દેશમાં અત્યારસુધીમાં લગભગ 1.28 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી લગભગ 1.18 કરોડ લોકો સાજા થયા છે અને 1.66 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

વધતા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને દિલ્હી AIIMSએ 8 એપ્રિલથી કાયમી ધોરણે OPD બંધ કરી દીધી છે, એટલે કે દર્દીઓ હવે સીધા ચેકઅપ માટે પહોંચી શકશે નહીં.

ઉત્તરાખંડની દેહરાદૂનની દૂન સ્કૂલના 7 વિદ્યાર્થી અને 5 શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

ગુજરાતનાં 20 શહેરોમાં બુધવારથી નાઇટ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યો છે. આ દરમિયાન બજારો રાત્રે 8થી સવારના 6 વાગ્યા સુધી બંધ રહેશે. બિનજરૂરી કામથી બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. લગ્ન સમારોહમાં માત્ર 100 લોકો જ સામેલ થઈ શકશે. સરકારી ઓફિસો પણ 30 એપ્રિલ સુધી બંધ રહેશે.

ઝારખંડમાં પણ 8થી 30 એપ્રિલ સુધી બધી દુકાન, ક્લબ અને રેસ્ટોરાં રાત્રે 8 વાગ્યા પછી ખૂલશે નહીં. આ સમયગાળા દરમિયાન હોમ ડિલિવરીને મુક્તિ મળશે. ધોરણ 10 અને 12ના ક્લાસીસ ઓફલાઇન ચાલુ રહેશે. બાકીના વર્ગો ઓનલાઇન અભ્યાસ કરવામાં આવશે. 5થી વધુ લોકોને એકઠા કરવા પર પ્રતિબંધ છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને માગ કરી છે કે આ વેક્સિન 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આપવામાં આવે.

છત્તીસગઢ વિધાનસભા સચિવાલયમાં 7 અધિકારી-કર્મચારીઓને સંક્રમણ લાગ્યું છે, જેના કારણે 11 એપ્રિલ સુધી સચિવાલય બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે.

Read About Weather here

રાજ્યમાં વધતા કોરોનાના કેસો વચ્ચે ગુજરાત હાઇકોર્ટે ટિપ્પણી કરી છે કે રાજ્યમાં લોકડાઉનની જરૂર છે અને આ અંગે વહેલી તકે નિર્ણય લેવો જોઇએ. કોર્ટે દ્વારા જલદીથી રાજ્ય સરકારને વીકેન્ડ કર્ફ્યૂ અંગે નિર્ણય લેવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર

અહીં મંગળવારે 55,469 નવા કેસ નોંધાયા હતા, 34,256 દર્દી સાજા થયા અને 297 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાજ્યમાં અત્યારસુધીમાં 31.13 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 25.83 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 56,330 લોકોનાં મોત થયાં છે. હાલમાં લગભગ 4.72 લાખ લોકો સારવાર હેઠળ છે.

દિલ્હી

અહીં મંગળવારે 5,100 નવા કેસ આવ્યા હતા. 2,340 દર્દી સાજા થયા અને 17નાં મોત નીપજ્યાં. આ મહામારીથી અત્યારસુધીમાં 6.79 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે, 6.54 લાખ લોકો સાજા થયા છે અને 11,096 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલ 14,579 લોકોની સારવાર ચાલી રહી છે.

મધ્યપ્રદેશ

અહીં મંગળવારે 3,722 નવા દર્દી મળી આવ્યા હતા, 2,203 લોકો સાજા થયા, જ્યારે 18 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 3.13 લાખ લોકો સંક્રમિત થયા છે, તેમાંથી 2.85 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,073 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં, 24,155 લોકો સારવાર લઈ રહ્યા છે.

ગુજરાત

અહીં મંગળવારે 3,280 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા. 2,167 દર્દી સાજા થયા, જ્યારે 17 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 3.24 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. આમાંથી 3.02 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,598 દર્દી મૃત્યુ પામ્યા છે અને 17,348 લોકો હાલમાં સારવાર લઈ રહ્યા છે.

પંજાબ

મંગળવારે અહીં 2,924 નવા દર્દી મળી આવ્યા હતા. 2,350 સાજા થયા, જ્યારે 62 મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 2.57 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, તેમાંથી 2.23 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 7,216 લોકો મૃત્યુ પામ્યા છે. હાલમાં 25,913 લોકોની સારવાર ચાલી રહી છે.

રાજસ્થાન

મંગળવારે અહીં 2,236 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા, 851 દર્દી સાજા થયા અને 13 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં લગભગ 3.43 લાખ દર્દી સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે, તેમાંથી 3.24 લાખ સ્વસ્થ થયા છે, જ્યારે 2,854 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 16,140 દર્દી સારવાર લઈ રહ્યા છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here