દેશમાં ઉભરાતો આંસુનો દરીયો, કોરોનાથી વધુ 780 મોત : 1.31 લાખથી વધુ નવા કેસ

51
કોરોના
કોરોના

પાંચ દિવસમાં ચોથી વખત કોરોનાના કેસોએ 1 લાખનો વિક્રમી આંકડો પાર કર્યો છે

રોજે રોજ સર્જાય રહયો છે નવા કેસોનો વિક્રમ, વેક્સિન પર્વને માતમમાં બદલતી મહામારી, મહારાષ્ટ્ર, છત્તીસગઢ જેવા રાજયોમાં વેક્સિન ખુટી પડી, કેરળ-કર્ણાટકમાં પણ તંગી

આરોગ્ય મંત્રી હર્ષ વર્ધનનું એક જ ગાણુ, વેક્સિનની તંગી નથી, સમગ્ર યુપી અને કર્ણાટકના 10 થી વધુ શહેરોમાં નાઇટ કફર્યુ

જીવન-મરણના સંઘર્ષ વચ્ચે રાજયો સાથે કેન્દ્રની ભાજપ સરકારનો અશોભનીય વિવાદ

Subscribe Saurashtra Kranti here

કોરોનાની કાળ મુખી અને જીવલેણ મહામારીએ હવે સુનામી જેવો વેદ પકડી લીધો છે. ભારતને હચમચાવી રહેલા કોરોનાના છેલ્લા 24 કલાકમાં 1,31,968 નવા કેસો નોંધાયા છે. જે મહામારી ફાટી નીકળ્યા પછીનો એક દિવસનો સૌથી મોટો આંકડો છે. વધુ 780 દર્દીઓ મૃત્યુને ભેટયા છે. પાંચ દિવસમાં ચોથી વખત કોરોનાના કેસોએ 1 લાખનો વિક્રમી આંકડો પાર કર્યો છે. પરીણામે વેક્સિનનો પર્વ માતમના રૂપમાં તબદીલ થઇ રહયું છે એટલી ગંભીર પરિસ્થિતિ સર્જાય છે.

મહારાષ્ટ્ર જેવા કેટલાય રાજયોમાં વેક્સિનની તંગી ઉભી થઇ છે. જેના કારણે મહારાષ્ટ્રમાં 20થી વધુ રસીકરણ કેન્દ્ર બંધ કરી દેવા પડયા હતા. છત્તીસગઢ અને દક્ષિણના કેટલાક રાજયોમાં પણ વેક્સિનની તંગીની ફરીયાદ થઇ છે છતાં કેન્દ્રની ભાજપ સરકારના આરોગ્ય મંત્રી ડો. હર્ષ વર્ધન એક જ ગીત ગાઇ રહયા છે કે, કેટલાક રાજયોએ ખોટો શોર બકોર મચાવ્યો છે. કેન્દ્ર કોઇ ભેદભાવ કરી રહયું નથી. સૌથી વધુ વેક્સિનનો જથ્થો બિન ભાજપ શાસન વાળા રાજયોને આપવામાં આવ્યો છે.

કર્ણાટકમાં બેંગ્લોર અને અન્ય છ શહેરોમાં નાઇટ કફર્યુ લાગુ કરવો પડયો છે. એ જ રીતે યુપીમાં નોઇડા, અલ્હાબાદ, મેરઠ અને ગાજીયાબાદ તથા બરેલીસરીફમાં નાઇટ કફર્યુ લાદી દેવામાં આવ્યો છે. દિલ્હીમાં પણ આજે નવા કેસોનો વિક્રમ સર્જાયો હતો અને નવા 7437 કેસ એક જ દિવસમાં નોંધાયા હતા. દેશમાં કુલ કેસોની સંખ્યા વધીને 1 કરોડ 30 લાખ થઇ ગઇ છે. કુલ મૃત્યુ આંક 1,67,000 જેવો થઇ ગયો છે.

Read About Weather here

દેશમાં છેલ્લા 9 દિવસની અદર જ કોરોનાએ એવો ભયાનક કુદકો માર્યો છે કે, 10 લાખ નવા કેસો નોંધાયા છે અને સાથે સાથે મૃત્યુઆંકમાં 281 ટકાનો ભારે પીડા દાયક ઉછાળો નોંધાયો છે. આજે છત્તીસગઢના રાયપુરમાં લોકડાઉન કરાયું છે. ઓરીસ્સામાં નાઇટ કફર્યુ લાદી દેવાયો છે. પંજાબમાં પણ નાઇટ કફર્યુ અમલમાં છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here