દેશને મિની લોકડાઉનની જરૂર: ડો.ગુલેરિયા

226
દેશને મિની લોકડાઉનની જરૂર: ડો.ગુલેરિયા
દેશને મિની લોકડાઉનની જરૂર: ડો.ગુલેરિયા

દેશમાં સ્થિતિ વધુ ભયાનક થઈ રહી છે

Subscribe Saurashtra Kranti here

દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં ઝડપી વૃદ્ધિને કારણે લોકોના મનમાં અનેક પ્રકારની ચિંતાઓ ઉભી થઈ રહી છે. આ દરમિયાન લોકડાઉનને લઈને પણ ચર્ચાઓ શરૂ થઈ છે. ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ના ડિરેક્ટર રણદૃીપ ગુલેરિયાના જણાવ્યા અનુસાર, આ મહિને (એપ્રિલ) કોવિડ-૧૯(Covid 19) ચેપની બીજી લહેર જોવા મળશે. આવી સ્થિતિમાં તેમણે અમુક પ્રતિબંધોને જરૂરી ગણાવ્યા છે.

કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં વધારા માટે તેમણે લોકોના બેદરકાર વલણને જવાબદાર ઠેરવ્યું છે. તો બીજી તરફ વાયરસના નવા વેરિયંન્ટના કારણે પણ સંક્રમણ ઝડપથી ફેલાવાની સંભાવનાને નકારી ન શકાય. ભારતમાં વિતેલા દિવસોમાં કોરોના વાયરસના અનેક નવા પ્રકારો સામે આવ્યા હતા, જેને વધુ ચેપી ગણવામાં આવી રહૃાા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તાજેતરમાં દિલ્હી, મહારાષ્ટ્ર અને કેટલાક અન્ય સ્થળોએ SARS-CoV-2ના નવા ‘ડબલ મ્યુટન્ટ્સ અને યુકે, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં સૌથી પહેલા આવેલા ત્રણ વેરિએન્ટ્સ ઓફ કંસર્ન ૧૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં જોવા મળ્યાની વાત કરી હતી.

કોરોના વાયરસ ચેપની અનિયંત્રિત ગતિને જોતા આગામી ૧૫-૨૦ દિવસમાં તે પીક પર પહોંચવાની ધારણા છે. દરરોજ ચેપના નવા કેસોની વાત કરીએ તો, ભારત પ્રથમ નંબરે નજર આવી રહૃાું છે. અહીં દરરોજ નવા સામે આવી રહેલા કેસ રેકોર્ડ બનાવી રહૃાા છે અને સ્થિતિ વધુ ભયાનક થઈ રહી છે.

Read About Weather here

સંક્રમણની તીવ્ર ગતિની વચ્ચે અહીં લોકડાઉન વિશેની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. જોકે, હાલમાં દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવાની કોઈ સંભાવના હાલમાં જણાતી નથી, જેમ કે ગયા વર્ષે કેન્દ્ર સરકારે જાહેર કર્યું હતું, પરંતુ વધતા જતા ચેપને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોમાં પ્રતિબંધો વધી ગયા છે. એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયા કોરોનાની અનિયંત્રિત ગતિને નિયંત્રિત કરવા માટે કેટલાક નિયંત્રણોના પક્ષમાં છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleસુરતની શેરીઓને વાંસ-પતરાં ઠોકીને બંધ કરાવી, ફરી લોકડાઉનની દહેશત?
Next articleબોલિવૂડ ના આ સ્ટાર્સ કેમ વેક્સિનથી દૂર રહ્યાં છે???