દેશની કંપનીઓ લોકડાઉનના વિચારની વિરૂધ્ધમાં ?

લોકડાઉન
લોકડાઉન

જો આંશિક લોકડાઉન દરમિયાન એમના મજૂરોને આવવા કે જવા નહીં દેવાય તો એમની કંપ્નીના ઉત્પાદન પર એની અસર થશે

Subscribe Saurashtra Kranti here

ઔદ્યોગિક સંગઠન દ્વારા કંપનીઓમાં થયો સર્વે: લોકડાઉનથી સામાનની હેરફેર પર માઠી અસરની શક્યતા આંશિક લોકડાઉનથી સામાનની હેરફેર અને શ્રમિકો પર માઠી અસર થશે અને એ કારણે ઔદ્યોગિક ઉત્પદૃનમાં મહદ્અંશે ઘટાડો થવાની શક્યતા સીઆઇઆઇએ કરેલા સર્વેક્ષણમાં જાણવા મળી હતી.

કન્ફેરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી દ્વારા દેશભરમાં કંપનીઓમાં એક સર્વે કરવામાં આવ્યો હતો જેમા તમામ કંપ્નીઓ પાસેથી તેમના સુચનો અને વિચારો માગવામાં આવ્યા હતા અને મોટાભાગની કંપ્નીના સીઇઓ દ્વારા એવુ સુચન કરવામાં આવ્યુ હતુ કે દેશભરમાં નવેસરથી લોકડાઉન નાખવાને બદલે આકરા નિયમો લાદવા જોઇએ જેથી ધંધા ઉદ્યોગ ચાલતા રહે અને બેકારી ઘાતક બને નહીં.

આઇઆઇએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરને ખાળવા માટે કોવિડ કરફયૂ, કોવિડને લગતા નિયમોનું પાલન અને માઇક્રો ક્ધટેઇનમેન્ટની નીતિ કારગત સાબિત થાય એમ છે. સર્વેક્ષણમાં ભાગ લેનાર મોટા ભાગના સીઇઓનો એવો મત છે કે આંશિક લોક-ડાઉનથી સામાનની હેરફેર અને શ્રમિકો પર માઠી અસર થશે અને એ કારણે ઔદ્યોગિક ઉત્પાદનમાં મહદ્અંશે ઘટાડો થવાની શક્યતા છે.

Read About Weather here

અડધા ઉપરાંતના સીઇઓનો એવો મત હતો કે જો આંશિક લોકડાઉન દરમિયાન એમના મજૂરોને આવવા કે જવા નહીં દેવાય તો એમની કંપ્નીના ઉત્પાદન પર એની અસર થશે. એ જ રીતે ૫૬ ટકા સીઇઓનો એવો મત હતો કે જો સામાનની હેરફેર પર પ્રતિબંધ લાદવામાં આવશે તો એમને ઉત્પાદનમાં પચાસ ટકા સુધીનું નુકસાન જશે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here