લાલ કિલ્લાનાં કાંગરેથી ૭૫ માં આઝાદી દિને દેશને ભેટ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
‘સબકા પ્રયાસ’નું નવું સૂત્ર જાહેર કરતા વડાપ્રધાન
કન્યાઓ માટે સૌનિક સ્કૂલ, ૭૫ વંદેભારત ટ્રેન જેવી મહત્વની યોજનાઓ જાહેર
વડાપ્રધાને ૮ મી વખત લાલ કિલ્લા પર તિરંગો લહેરાવ્યો
નહેરૂજી, સરદાર પટેલ અને બાબા સાહેબ આંબેડકરને યાદ કર્યા
પહેલી વખત ઓલિમ્પિક ખેલાડીઓને બોલાવી ખાસ બહુમાન
દેશના ૭૫ માં આઝાદી દિન નિમિતે લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સબકા પ્રયાસ નામનું નવું સૂત્ર આપી દેશનાં સો એ સો ટકા વિકાસ માટે રૂ.૧૦૦ લાખ કરોડની ખૂબ જ મહત્વ પૂર્ણ, મહત્વ કાક્ષી, ગતિશક્તિ યોજનાનો પ્રારંભ કર્યો હતો. લાલ કિલ્લા પર વિક્રમરૂપ ૮ મી વખત વડાપ્રધાન મોદીએ સ્વતંત્રતા દિને તિરંગો લહેરાવ્યો હતો. એ તબક્કે ભાવુક થઇ ઉઠેલા વડાપ્રધાને આઝાદીના જંગમાં લાંબો સમય લડત આપીને મહાન યોગદાન આપનાર તમામ પૂર્વ નેતાઓને યાદ કર્યા હતા અને તેમને ભવ્ય શ્રધ્ધાંજલિ આપી હતી.
૭૫ માં આઝાદી દિનની ૨ વર્ષ લાંબી ઉજવણીનો આ રીતે ગઈકાલથી શુભઆરંભ થઇ ગયો છે. આઝાદીનું ૭૫ મું વર્ષ દેશ વ્યાપી ધોરણે આઝાદી કા અમૃત મહોત્સવ નામે ઉજવવામાં આવશે.
Read Saurashtra Kranti E-Paper : Click Here
વડાપ્રધાને રાષ્ટ્રજોગ પ્રવચનમાં કહ્યું હતું કે, આપણા ૧૦૦% ગામમાં રસ્તા થઇ ગયા છે. એક સો ટકા પરિવારો પાસે હવે બેંક ખાતા છે. તમામ સો ટકા લાભાર્થીઓને આયુષ્યમાન ભારત કાર્ડ મળી ગયા છે. ૧૦૦% જરૂરીયાતવાળા પરીવારોને ઉજવલ્લા ગેસ જોડાણ મળી ગયા છે. વડાપ્રધાને ખૂબ જ મહત્વની જાહેરાત રૂપે રૂ.૧૦૦ લાખ કરોડની વિશિષ્ટ ગતિશક્તિ યોજના જાહેર કરી હતી. તમામ ઉત્પાદકો વિશ્વ બજારને ધ્યાનમાં રાખીને ઉત્પાદક કરશે અને ભારતને વિશ્વ બજારનું મથક બનાવવામાં આવશે.
વડાપ્રદાને એવી પણ જાહેરાત કરી હતી કે, કન્યાઓ માટે પણ સૌનિક શાળાઓ ખોલવામાં આવશે. અમૃત મહોત્સવની ઉજવણીનાં ૭૫ સપ્તાહ દરમિયાન દેશનાં દરેક ખૂણાને જોડતી ૭૫ વંદેભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. પર્યાવરણનાં શુધ્ધિકરણ માટે ખાસ નેશનલ હાઇડ્રોજન મિશન સહિતની વિવિધ યોજનાઓ જાહેર કરતા તેમણે જણાવ્યું હતું કે સરકાર ગરીબો માટે શુધ્ધ ચોખાની યોજના અમલમાં મૂકી રહી છે. ભારતને ગ્રીન હાઇડ્રોજનનાં ઉત્પાદન અને વિકાસનું કેન્દ્ર બનાવવામાં આવશે.
એમણે જમ્મુ કાશ્મીરનાં વિકાસ અને ઇશાન ભારત, લદાખ, દેશનાં કાંઠાળ વિસ્તાર તેમજ આદિવાસી પટ્ટાનાં વિકાસની વિગતો દર્શાવી હતી.
Read About Weather here
વડાપ્રધાને આઝાદી માટે લાંબી અને સખ્ત લડાઈ લડનાર નેતાઓને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે, નેહરૂજી, સરદાર પટેલ, આંબેડકર જેવા મહાનુભાવોએ દેશને એક કર્યો અને વિકાસ માટેનો માર્ગ મોકળો કર્યો એ બદલ દેશ હંમેશા એમનો ઋણી રહેશે.
વડાપ્રધાને આઝાદી દિને ખાસ નિમંત્રણ આપીને બોલાવવામાં આવેલ દેશના ઓલિમ્પિક ખેલાડીઓનું બહુમાન પણ કર્યું હતું.
દોઢ કલાક લાંબા સંભાષણમાં વડાપ્રધાને દેશની આશા અને અપેક્ષાઓનો પડધો પાડતી ૬ જેટલી મહત્વની ઘોષણા કરી હતી અને આવનારા ૨૫ વર્ષ માટેનું વિકાસ વિઝન શરૂ કર્યું હતું. સૌથી શિરમોર સમી યોજના ગતિશક્તિ બની રહેશે. પોષણની દ્રષ્ટિએ ગરીબ બાળકો અને મહિલાઓ માટે પ્રોટીન યુક્ત ચોખા વગેરેની યોજના ખૂબ જ મહત્વ પૂર્ણ બની રહેશે. આવા ચોખા સસ્તા અનાજની દુકાનો પરથી મળશે અને મધ્યાન ભોજન યોજનામાં પણ વપરાશે.
બીજી એક મહત્વની યોજનામાં સ્વાવલંબી મહિલાઓ અને વ્યવસાયકો માટેની ઈ-કોમર્સ પ્લેટફોર્મ યોજના છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here