દિલ્હી હાઇકોર્ટે કારમાં મુસાફરી દરમ્યાન માસ્ક પહેરવા પર આપ્યું નિવેદન…

20
દિલ્હી હાઇકોર્ટ
દિલ્હી હાઇકોર્ટ

દિલ્હી હાઇકોર્ટનો આદેશ, કારમાં એકલા મુસાફરી કરનારા લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત

Subscribe Saurashtra Kranti here

દિલ્હી હાઇકોર્ટ કોરોના નિયમોને લગતા એક મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહૃાું છે કે કારની અંદર એકલા બેઠા વ્યક્તિને માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. દિલ્હી હાઇકોર્ટે કારને જાહેર સ્થળ માન્યું છે. કોર્ટે કહૃાું કે માસ્ક એક ‘સુરક્ષા કવચ છે જે કોવિડ ૧૯ વાયરસના પ્રસારને અટકાવશે.

અરજી દાખલ કરીને, કારમાં એકલા બેઠેલા વ્યક્તિનો માસ્ક પહેરવાના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. જણાવીએ કે, રાજધાની દિલ્હીમાં માસ્ક ન પહેરવા બદલ બે હજાર રૂપિયા દંડ છે. તે જ સમયે, આવા ઘણા અહેવાલો સામે આવ્યા હતા જ્યારે કારમાં એકલા બેઠેલા વ્યક્તિનું ચલાન કાપવા અંગે લોકોનો પોલીસ સાથે વિવાદ થયો હતો. હવે હાઈકોર્ટના આદેશ બાદ પરિસ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે.

રાજધાનીમાં કોરોના વાયરસની ગતિ અટકાવવા નાઇટ કર્ફ્યું લાદવાનું શરુ કર્યું છે. દિલ્હીમાં મંગળવારની રાતથી ૩૦ એપ્રિલ સુધી નાઇટ કર્ફ્યું લાગુ કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાન, દિલ્હીના લોકો જરૂરી કામ કર્યા વગર રાત્રે ૧૦ થી સવારે ૫ વાગ્યા સુધી ઘરની બહાર નીકળી શકશે નહીં.

મંગળવારે, રાજધાનીમાં કોવિડ -૧૯ ના ૫૧૦૦ નવા કેસ આવ્યા, જે ગયા વર્ષે ૨૭ નવેમ્બર પછી એક દિવસમાં અહીં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. ગયા વર્ષે ૨૭ નવેમ્બરના રોજ શહેરમાં ૫,૪૮૨ કેસ નોંધાયા હતા. દિલ્હી આરોગ્ય વિભાગ અનુસાર, મંગળવારે આ ચેપને કારણે વધુ ૧૭ દર્દીઓનાં મોત નીપજ્યાં, મૃતકોની સંખ્યા વધીને ૧૧,૧૧૩ થઈ ગઈ.

Read About Weather here

છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોરોના વાયરસના કેસમાં તીવ્ર વધારા વચ્ચે ચેપનો દર ૪.૯૩ ટકા છે. દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહૃાું કે આપ સરકાર રોગચાળાની સ્થિતિ અંગે જાગ્રત છે અને તેની નજર રાખી રહી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here